– આ સાથે ઇઝરાયેલ એક ફોટો પોસ્ટ કર્યો જેમાં હમાસ બંદૂકધારી બાળક સામે ઊભો છે તે કેપ્શન છે આઈઝ ઓક્ટોનાં

તેલઅવીવ, નવીદિલ્હી : સેલિબ્રિટીઝ સ્પોર્ટસ પર્સન્સ તેમજ દુનિયાભરના લાખો સોશ્યલ મીડિયા યુઝર્સ રફાહમાં ઇઝરાયલે કરેલી એર-સ્ટ્રાઇકસ વખોડી કાઢતાં સૂત્ર વહેતું મૂક્યું હતું. ઓલ આઈઝ ઓન રફાહ આ સામે દુનિયાના અનેક દેશોએ ઇઝરાયલ સાથેના સંબંધો પણ તોડી નાખ્યા. તેના જવાબમાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વળતો પ્રહાર કરતાં પૂછ્યું હતું કે હમાસે જ્યારે ૭ ઓક્ટોબર, ૨૦૨૩ના દિને હુમલો કર્યો ત્યારે તમારી આંખો ક્યાં ગઈ હતી ?

તે સત્ય છે કે ગાઝા પટ્ટીના દક્ષિણ ભાગમાં આવેલાં રફાહ શહેર ઉપર અને તેની પાસેની વિસ્થાપિતોની છાવણી પર ઇઝરાયલે કરેલા મિસાઈલ હુમલામાં ઓછામાં ઓછાં ૪૫નાં મોત થયાં હતાં અને અનેકને ઈજાઓ થઈ હતી. તે અંગે બચાવ કરતાં નેતન્યાહૂએ કહ્યું હતું કે તે ઘણી ગમખ્વાર ઘટના હતી. અમે તે માટે માફી માગીએ છીએ પરંતુ હકીકત તે છે કે તેમાં એક ગ્રેનેડ પાસેના શસ્ત્રોનાં જથ્થામાં પડતાં તે જથ્થો સળગી ઊઠતાં ૪૫નાં મોત થયાં હતાં. અમારી એરસ્ટ્રાઈક નહીં.

તે સર્વવિદિત છે કે ઓક્ટોબર ૭, ૨૦૨૩ના દિવસે હમાસે દક્ષિણ ઇઝરાયલ પર કરેલા હુમલામાં આશરે ૧,૧૬૦ લોકોનાં મૃત્યુ થયાં હતાં. અને હમાસે આશરે ૨૫૦થી વધુ લોકોને બંધક બનાવ્યા હતા. જેમાં મોટા પ્રમાણમાં યુવતીઓ જ હતી. કેટલાંક બાળકો હતાં. થોડા પુરૂષો પણ હતા.

આ હુમલાના વળતા પ્રહારરૂપે ઇઝરાયલે કરેલા હુમલામાં આશરે ૩૧,૧૧૨ પેલેસ્ટાઈનીઓનાં મૃત્યુ થયાં છે. તેમ ગાઝા શહેર સ્થિત હમાસ સરકારનાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

બીજી તરફ અમેરિકા સહિત પશ્ચિમના તમામ દેશોએ ઇઝરાયલને રફાહમાં વિમાની તથા ભૂમિદળ દ્વારા હુમલો નહીં કરવા જણાવ્યું છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ઉપર ઇન્ટરનેશનલ ક્રીમીનલ કોર્ટે ધરપકડનું વોરન્ટ પણ કાઢ્યું છે. પરંતુ પરિસ્થિતિ તો ઠેરની ઠેર રહી છે. આરબ દેશો પેલેસ્ટાઈનીઓને સહાયનાં વચનો આપતા કહે છે. ત્યારે ઇઝરાયલે એક ફોટો સોશ્યલ મીડિયા પર વહેતો મુક્યો છે. જેમાં એક હમાસ આતંકી એક બાળક સામે એકે-૫૨ તાકતો દેખાય છે. તે ચિત્રનું કેપ્શન છે ”આઈઝ-નીચે લખાણ છે – ઓન ઓક્ટોબર ૭ ?”

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *