DeepSeek Trending In Social Media: ચીનની એઆઈ કંપની DeepSeek એ માત્ર 52 કરોડ રૂપિયાના ખર્ચે R1 મોડલ લોન્ચ કરતાં જ વિશ્વભરની દિગ્ગજ ટેક્નોલોજી કંપનીઓમાં ખળભળાટ વધ્યો છે. ચીનનું ઓછા ખર્ચે તૈયાર થયેલુ એઆઈ મોડલ ઓપનએઆઈને આકરી ટક્કર આપી રહ્યું છે. એપલના યુએસ એપ સ્ટોર પર ડીપસીકની એઆઈ એપ સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ બની હતી. તે ચેટજીપીટી કરતાં પણ સૌથી વધુ ડાઉનલોડ થઈ હતી. ડીપસીકના કારણે અમેરિકાના દિગ્ગજ ટેક્ કંપની એનવીડિયાને 54 લાખ કરોડનું નુકસાન થયુ હતું.