ગોરવા વિસ્તારમાં ગઇકાલે રાતે કારમાં આવેલા ત્રણ યુવકોએ એક ટેમ્પો ચાલકને આંતરી માર મારતાં પોલીસે એક કાર ચાલકને પીધેલી હાલતમાં ઝડપી પાડ્યો હતો.

વડોદરા નજીક પાદરા તાલુકાના કણઝટ ખાતે રહેતા ઠાકોરભાઇ માળીએ પોલીસને કહ્યું છે કે,હું ટેમ્પામાં ડુંગળી ભરી ગોંડલ માર્કેટથી વડોદરા એપીએમસી તરફ આવી રહ્યો હતો ત્યારે ઉંડેરા રોડ પર રાતે એક વરઘોડો આવી રહ્યો હોવાથી રોંગ સાઇડ આવેલી ઇનોવા કારના ચાલકે આ અમારો વિસ્તાર છે,ગાડી ઉભી રાખવી પડશે,નહિંતર જવા નહિં દઇએ…તેમ કહી તકરાર કરી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *