– કોલમ્બિયા અમેરિકાના મીલીટરી એરક્રાફ્ટને ઇનકાર કરી શકે તો..
– કુવૈત, કોરોના અને યુક્રેન સમયે ભારતે વિક્રમી ઓપરેશન કરી નાગરિકોને પરત લાવ્યા તો અમેરિકાથી કેમ નહીં
નવી દિલ્હી : અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા અને હવે પરત મોકલી દેવામાં આવેલા મામલે ભારત સરકાર ઉપર તવાઈ બોલી રહી છે. આ ૧૦૪ નાગરીકોને હાથકડી અને પગમાં બેડીઓ પહેરાવી મીલીટરી એરક્રાફ્ટમાં પરત મોકલવામાં આવ્યા તેની સામે વિરોધ પક્ષો અને સામાન્ય નાગરીકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.