US Deportation: અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ડિપોર્ટેશન લિસ્ટમાં હવે બ્રિટિશ રાજકુમાર હેરીનું નામ જોડાઈ શકે છે. ટ્રમ્પે પાંચ મહિના પહેલાં બંધ થી ગયેલાં હેરીના વિઝા કેસને ફરી ખોલવાનો આદેશ કર્યો છે. હેરીએ વિઝા મેળવવા માટે ખોટી સૂચના આપી હોવાના મામલે ગુનેગાર સાબિત થાય તો ટ્રમ્પ તેમને ડિપોર્ટ કરી શકે છે. જો આવું થયું તો હેરી ટ્રમ્પના કાર્યકાળમાં ડિપોર્ટ થનારા પહેલાં ઈન્ડિવિજ્યુઅલ હશે. ટ્રમ્પે પહેલાં જ કહી દીધું છે કે, હેરી અને તેમની પત્ની મેગન મર્કેલને કોઈ છૂટ નહીં આપવામાં આવે. નોંધનીય છે કે, મેગન અમેરિકન નાગરિક છે, હેરી તેમની સાથે અમેરિકામાં રહે છે.