Gujarat Govt will buy toor at MSP : રાજ્યમાં ટેકાના ભાવે તુવેર ખરીદવાનો સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો આગામી 3 થી 20 ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઈન માધ્યમથી નોંધણી કરાવી શકશે. રાજ્યમાં કુલ 206 ખરીદ કેન્દ્રો રાખવામાં આવ્યા છે. 

206 કેન્દ્ર પર ટેકાના ભાવે તુવેર ખરીદાશે

ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી અન્નદાતા આવક સુરક્ષા અભિયાન હેઠળ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે વિવિધ પાકોની ખરીદી કરવામાં આવે છે, ત્યારે રાજ્ય સરકારે તુવેરના પાકની ટેકાના ભાવે ખરીદી કરવાને લઈને નિર્ણય કર્યો છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *