Surat Unique Wedding : હાલના સાંપ્રત સમયમાં આધુનિક ટેકનોલોજીના માધ્યમથી થતા અપરાધો એટલે સાયબર ક્રાઇમ. આ ક્રાઇમનો ભોગ કોઈ નાગરિક ન બને તેમજ આ મુદ્દે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી સરકાર અને પોલીસ દ્વારા અનેક પ્રયાસ કરવામા આવી રહ્યાં છે તેમ છતાં આવા ગુનાઓ અટકવાનું નામ લેતા નથી ત્યારે સુરતના અબ્રામા વિસ્તારમાં એક સામાજિક કાર્યકરની દરમિયાનગીરી એક લગ્ન પ્રસંગમાં સાયબર ક્રાઇમથી બચવા માટે જાનૈયાઓ સહિત અનેક લોકોને સાયબર ક્રાઇમથી બચવા માટે જાગૃત કરવામાં આવી હતી. લગ્ન પ્રસંગે અચાનક આવા પ્રયાસથી લગ્નમાં સહભાગી બનનારાઓને સુખદ આશ્ચર્ય થયું હતું અને તેઓએ સ્વ જાગૃત્તિનો સંકલ્પ લીધો હતો.
ટેકનોલોજીમાં આવેલી અભુતપુર્વ ક્રાંતિ બાદ લોકોની આંગળીના ટેરવેથી અનેક માહિતી મેળવી રહ્યા છે. ટેકનોલોજીના કારણે સુવિધામાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ ચોરો પણ ડિજીટલ બન્યા છે અને તાળા તોડવા કે ખિસ્સા કાપવાના બદલે ડીજીટલ ફ્રોડ કરી લોકોના બેંક બેલેન્સ ખાલી કરી રહ્યાં છે.