Vadodara Corporation : વડોદરા કોર્પોરેશને આ વખતે નવી પહેલ કરવા અંતર્ગત એક ઇમેલ આઇડી જાહેર કરી શહેરીજનોને બજેટ અંગે પોતાના સૂચનો રજૂ કરવા જણાવ્યું હતું. જેમાં બજેટમાં 1982 પૈકી 284 સૂચનો બજેટમાં સમાવવામાં આવ્યા છે.
સમાવવામાં આવેલા સુચનોમાં જે કામો લેવામાં આવ્યા છે તેમાં પાલિકાના કર્મચારીઓ અને પેન્શનરો માટે મેડિકલ બિલો બજેટમાં વધુ પ્રોવિઝન કરી ઓપીડી બિલો માટે હાલની નવીન પ્રથા દૂર કરી જૂની તથા પુનઃ ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે. ભાયલી સ્ટેશન તરફથી અટલાદરા સ્વામિનારાયણ મંદિરથી કલાલી બ્રિજ તરફના રસ્તે ફ્લાય ઓવર બ્રિજ બનાવવાનું સૂચન આવ્યું હતું. નાના તથા મોટા તળાવોને ઇન્ટરલિંગ કરવા જરૂરી છે.