Image: Twitter

Anaconda Video Viral: ઘણી વખત એવું થાય છે કે સાપ પણ ભૂલથી રસ્તા પર પહોંચી જાય છે કે લોકોના ઘરમાં ઘૂસી જાય છે. દરમિયાન લોકો ખૂબ પરેશાન થઈ જાય છે. તેમને સમજ નથી પડતી કે શું કરવું. પછી તે ડરના માર્યા સાપોને મારી નાંખે છે. જોકે ઘણા લોકો એવા પણ હોય છે, જે તેમને પકડીને બહારનો રસ્તો બતાવી દે છે. હાલ સોશિયલ મીડિયા પર એક સાપથી જ જોડાયેલો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને કદાચ તમારા રૂંવાડા ઊભા થઈ જશે. આ વીડિયો એક એનાકોન્ડાનો છે, જે ખૂબ જ વિશાળકાય હોય છે અને કોઈ પણ રીતે હાઈવે પર પહોંચી જાય છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ એનાકોન્ડા કેટલો મોટો છે અને રોડ ક્રોસ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. સારી વાત એ છે કે જ્યારે તે રસ્તાની વચ્ચે પહોંચે છે, લોકો તેને જોઈને પોતાની ગાડીઓને રોકી દે છે, જેથી તે આરામથી રસ્તો પાર કરી શકે અને જંગલમાં જઈ શકે. ઘણા અન્ય લોકો પણ ઊભા હોય છે જે એનાકોન્ડાનો વીડિયો બનાવતા હતા, કેમ કે કદાચ તેમણે પણ આટલો મોટો સાપ ક્યારેય જોયો નહીં હોય. દાવો કરવામાં આવ્યો છે કે એનાકોન્ડા ચાર મીટર લાંબો અને 30 કિલોનો હતો. વીડિયો બ્રાઝિલના પોર્ટો વેલ્હો શહેરની નજીકનો જણાવાઈ રહ્યો છે.

આ ચોંકાવનારા વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે. લગભગ 55 સેકન્ડનો આ વીડિયો અત્યાર સુધી બે લાખ 9 હજારથી વધુ વખત જોવાઈ ચૂક્યો છે, જ્યારે સેંકડો લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. વીડિયો જોઈને યૂઝર્સે જુદા-જુદા પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *