અમદાવાદ શહેરમાં ગુનામાં કન્વિક્શન રેટ વધારવા માટે શહેર પોલીસ માટે એક દિવસના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.આ સેમિનારમાં ઉચ્ચકક્ષાના અધિકારીઓ,પોલીસ ઈન્સપેકટરો દિલ્હી હાઈકોર્ટના પૂર્વ ચિફ જસ્ટિસ ડી એન પટેલ, એડિશનલ એડવોકેટ જનરલ મિતેશ અમીન, ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, શહેર પોલીસ કમિશનર જી એસ મલિક, એફએસએલના ડાયરેક્ટર એચ પી સંઘવી ઉપસ્થિત રહ્યાં હતા.
ગુનાઓની તપાસ મુદ્દે અમદાવાદ CPનું મોટું નિવેદન
આ સેમિનારમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરે મોટું નિવેદન આપ્યું હતુ,તેમનું કહેવું છે કે,ગુજરાતમાં મહારાષ્ટ્ર અને રાજસ્થાન કરતા કન્વીક્શન રેટ ઓછો છે.ગુજરાતમાં હજી પણ કન્વીક્શન રેટ સુધારવાની જરૂરિયાત છે.તો મહત્વની વાત તો એ છે કે,પોલીસ આરોપી સામે જયારે ગુનો નોંધે છે,ત્યારે ભૂલ ભરેલી તપાસના આધારે તે છૂટી જાય છે અને આરોપી છૂટી જવાથી પીડિતને ન્યાય મળવામાં તકલીફ પડે છે.તો બીજી તરફ ગુજરાતમાં તપાસ બાદ ચાર્જશીટનું વલણ વધ્યું છે.કોઈ પણ ગુનામાં ઝીણવટભરી તપાસ થાય એ જરૂરી બન્યું છે.પુરતા પૂરાવા ના હોય તો ફાઈનલ રિપોર્ટ ભરવામાં સંકોચ ના રાખવો જોઈએ.
ક્રાઇમ ઈન ઈન્ડિયા 2022ના અહેવાલ બાદ જાગ્યું પોલીસ તંત્ર
સમગ્ર ભારતમાં 54.2% ના કન્વેક્શનની સામે ગુજરાતમાં કનેક્શન રેટ માત્ર 29.7% ટકા છે,અમદાવાદ પોલીસ કમિશનરનું કહેવું છે કે,ગુજરાતનો કન્વીક્શન રેટ વધારવાની સખત જરૂર છે.મહારાષ્ટ્ર અને રાજસ્થાન કરતાં પણ ગુજરાતનો કનેક્શન રેટ ઓછો હોવાની વાત સામે આવી છે.પોલીસ દ્રારા જયારે પણ ગુનો નોંધાય તેની ઝીણવટ પૂર્વક તપાસ કરવી જરૂરી છે,જો ગુનો સાબિત થવાની શક્યતા ઓછી હોય. ત્યારે તેમાં સુધારો કેવી રીતે લાવી શકાય તે જાણવું ખૂબ જ જરૂરી છે.
31 જુલાઈ 2024ના રોજ અમદાવાદમાં યોજાઈ હતી ક્રાઈમ કોન્ફરન્સ
હેર પોલીસે ક્રાઈમ કોન્ફરન્સ યોજી હતી. જેમાં શહેરમાં બની રહેલા ગુનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ ક્રાઈમ કોન્ફરન્સમાં CP, DCP, PI સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતા. શહેર પોલીસ કમિશ્નર જી.એસ.મલિકનું કહેવું છે કે,શહેરમાં હત્યા અને હત્યાના પ્રયાસના બનાવોમાં ઘટાડો નોંધાયો છે.અમદાવાદ પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં ક્રાઈમ કાબુ હેઠળ છે તેવું કહેતા ગર્વ થાય છે.હત્યાના ગુનામાં 33%નો ઘટાડો તો હત્યાના પ્રયાસના ગુનામાં 21% નો ઘટાડો નોંધાયો છે. બળાત્કારની ઘટનામાં 12%નો ઘટાડો છે. આ વર્ષે પોલીસે સૌથી વધારે ગુનાઓનું ડીટેકશન કર્યુ છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા સામે પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે છે.