મુંબઈ એરપોર્ટ પર અત્યાર સુધી ઘણી વખત વિદેશી નાગરિકો પાસેથી ડ્રગ્સ, સોનું અને કોકેઈન સહિત નશીલી દવાઓનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ડ્રગ્સ પેડલરો અવનવી રીતે આ તમામ વસ્તુઓની દેશ-વિદેશમાંથી દાણચોરી કરાવતા હોય છે અને તેના માટે તેઓ લાખો રૂપિયા લોકોને ચૂકવે છે. આ દરમિયાન આ પ્રકારની વધુ એક ઘટના મુંબઈ એરપોર્ટ પર સામે આવી છે.

યુગાન્ડાના 3 નાગરિકો પાસેથી 170 કેપ્સ્યુલ્સ જપ્ત કરવામાં આવી

ડીઆરઆઈ મુંબઈના અધિકારીઓએ એન્ટેબેથી મુંબઈ એરપોર્ટ પર પહોંચેલા યુગાન્ડાના 3 નાગરિકો પર શંકા જતાં અટકાવ્યા હતા અને તપાસ કરવામાં આવી છે. ત્યારે આ પૂછપરછ દરમિયાન ત્રણેય લોકો ભારતમાં દાણચોરી કરવા માટે ડ્રગ્સવાળી કેપ્સ્યુલ્સનું સેવન કર્યું હોવાની વાતની કબૂલાત કરી છે. ત્રણેય પાસેથી 2197 ગ્રામ કોકેઈન ધરાવતી 170 કેપ્સ્યુલ્સ જપ્ત કરવામાં આવી છે, જેની બજારમાં કિંમત 21.97 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. NDPS એક્ટ, 1985 હેઠળ કોકેઈન જપ્ત કરવામાં આવ્યું છે અને ત્રણેયની NDPS એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

થોડા મહિનાઓ પહેલા DRIએ સોપારીનો 83.352 મેટ્રિક ટન જથ્થો ઝડપી પાડ્યો હતો

તમને જણાવી દઈએ કે થોડા મહિનાઓ પહેલા જ કચ્છમાં DRIએ મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. મુન્દ્રા પોર્ટ પરથી રૂપિયા 5.71 કરોડનો દાણચોરીનો સોપારીનો જથ્થો DRIએ ઝડપી પાડ્યો હતો. રૂપિયા 5.71 કરોડની 83.352 મેટ્રિક ટન ગેરકાયદેસર સોપારીનો જથ્થો ઝડપાયો હતો. બેઝ ઓઈલ ડ્રમ્સમાં છુપાવીને સોપારી લાવવામાં આવતી હતી. કચ્છના મુન્દ્રા પોર્ટ પર બેઝ ઓઈલની આડમાં લવાતા ગેરકાયદેસર સોપારીના જથ્થાનો પર્દાફાશ થયો હતો. યુએઈથી મુન્દ્રા પોર્ટ પર સોપારી મોકલવામાં આવી હતી. ભારતમાં સપ્લાય કરવાની નવી મોડેસ ઓપરેન્ડી સામે આવી હતી. જેમાં એક સાથે 738 ડ્રમમાંથી 658 ડ્રમમાં સોપારી અને 80 ડ્રમમાં બેઝ ઓઈલ હતું. આ સોપારીનો જથ્થો DRIએ ઝડપી પાડ્યો હતો. જેમાં UAEથી મુન્દ્રા પોર્ટ પર સોપારી મોકલવામાં આવી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *