ગીર સોમનાથમાં અકસ્માતની ઘટના બની છે જેમાં કાર ધડાકભેર ટ્રક સાથે અથડાતા 3 યુવકોના ઘટના સ્થળે મોત થયા છે અને એક યુવાન ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે,આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં પોલીસે તપાસ હાથધરી છે,સાથે સાથે જે યુવાન ઈજાગ્રસ્ત થયો છે તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ગીર સોમનાથમાં અકસ્માતમાં 3ના મોત
ગીર સોમનાથમાં અકસ્માતમાં 3 યુવાનોના મોત થયા હોવાની વાત સામે આવી છે,જેમાં કોડીનાર ઉના હાઈવે પર આ ઘટના બની હોવાની વાત સામે આવી છે,કારના સીસીટીવી સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે કાર ડિવાઈડર જંપ કરીને સામેના રોડ પર આવી જાય છે અને ધડાકાભેર ટ્રક સાથે અથડાય છે,ત્યારે આ ઘટનામાં પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યા છે અને પીએમ થયા બાદ મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે,એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડાયો છે.
પોલીસે હાથધરી વધુ તપાસ
ગીર સોમનાથ જિલ્લાના ઉના-કોડીનાર હાઈવે પર ડોસાળા પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. કાર અને ટ્રક એક-બીજા સાથે ધડાકાભેર અથડાતાં કારમાં સવાર 3 યુવકનાં મોત નિપજ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, કારમાં 4 યુવક સવાર હતા, જે પૈકી 3 યુવકનાં અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે, એક યુવકનો ચમત્કારિક બચાવ થયો છે, જો કે, ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે કોડીનારની રાનાવળા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.