Russia Ukraine War: રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને મંગળવારે (28મી જાન્યુઆરી) રશિયન સરકારી ટેલિવિઝનને જણાવ્યું હતું કે, ‘જો યુક્રેન રશિયા સાથે વાટાઘાટો કરવા માંગે છે તો તે કરવાનો કાનૂની રસ્તો છે, પરંતુ મોસ્કો કિવ તરફથી તેમાં જોડાવાની કોઈ તૈયારી જોતો નથી.’
વ્લાદિમીર પુતિને જણાવ્યું હતું કે, ‘યુક્રેન સાથેની વાતચીત અટકી ગઈ છે કારણ કે ‘યુક્રેનના પ્રમુખ રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સકી તેમના કાર્યકાળ પછી પણ સત્તામાં રહ્યા હતા. તેને દસ્તાવેજો પર સહી કરવાનો કોઈ અધિકાર નથી.’