Joe Biden Tried To Killed Putin: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાનું કાવતરૂં ઘડ્યું હોવાનો દાવો થતાં અમેરિકાના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. અમેરિકામાં ટ્રમ્પના હિમાયતી અને રાજકારણના પંડિત તથા લેખક ટકર કાર્લસને આ દાવો કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર રાષ્ટ્રપ્રમુખ બનતાં ટકર કાર્લસન પૂર્વ સરકાર પર વિવિધ આક્ષેપો કરતાં જોવા મળ્યા છે.
ફોક્સ ચેનલના પૂર્વ એન્કરે તેના ‘ધ ટકર કાર્લસન શો’ પોડકાસ્ટના એપિસોડમાં જણાવ્યું હતું કે, ‘બાઈડેન સરકારે પુતિનને મારવાનો પ્રયાસ કર્યો હતો.’ આ અંગે આશ્ચર્ય પામતાં આ એપિસોડના ગેસ્ટ અમેરિકન લેખક અને પત્રકાર મેટ તૈબીએ ફરી પૂછ્યું, “ખરેખર?” જેના પર કાર્લસન ફરી પોતાના દાવા પર ભાર મૂકતાં કહે છે, ‘હા, હા, તેમણે કર્યો હતો.