Canada: ભારત વિરોધી પ્રવૃત્તિઓને અંજામ આપનાર આતંકવાદીઓ માટે કેનેડા સુરક્ષિત દેશ બની ગયો છે. આ વાતનો ખુદ કેનેડાએ સ્વીકાર કર્યો છે. હકીકતમાં કેનેડા સરકાર તરફથી દેશમાં વિદેશી હસ્તક્ષેપ આયોગ (Foreign Interference Commission) નું ગઠન કરવામાં આવ્યું છે. આ આયોગે સાત વોલ્યુમનો રિપોર્ટ કેનેડા સરકારને સોંપી દીધો છે. રિપોર્ટમાં વિદેશી હસ્તક્ષેપની તપાસ કરી રહેલી આ કમિટીએ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. કેનેડાએ માન્યું કે, તેમના દેશ તરફથી ભારત સામે ન ફક્ત આતંકવાદને ફેલાવવામાં આવી રહ્યો છે, પરંતુ આતંકવાદીઓને ફન્ડિંગ પણ કરવામાં આવી રહ્યું છે.