Drugs Found in US: અમેરિકામાં ભારતથી સપ્લાઈ કરવામાં આવતા દોરીમાંથી 70 હજાર દવાઓ મળી આવી છે. આ દવાની કિંમત 33,000 અમેરિકન ડોલર હોવાનું કહેવાય છે. અમેરિકાના કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન વિભાગે આ માહિતી આપી છે. વિભાગનું કહેવું છે કે દોરીનાં કન્સાઇનમેન્ટમાંથી આ દવા મળી આવી છે. જે કેલિફોર્નિયાના બ્યુના પાર્કમાં એક સરનામે મોકલવાની હતી. અમેરિકામાં આ દવાના ઉપયોગ પર પ્રતિબંધ છે અને તબીબી સલાહ વિના તેને ખરીદવા કે તેનું સેવન કરવા પર પ્રતિબંધ છે.