નોર્વેમાં સમુદ્ર નીચે તરતી પાણીની સુરંગોની એક મહત્વકાંક્ષી યોજના છે જેની ઘણા વર્ષોથી ચર્ચા ચાલે છે. એવા હાઇવે પર ગાડી ચલાવવાની જે જમીન નહી પરંતુ પાણીમાં છે તે કલ્પના જ ઘણી રોમાંચક છે. નોર્વે ઘણા સમયથી પાણીની નીચે તરતી સુરંગ બનાવી રહયું છે.
નોર્વમાં અંડર વોટર અને ફલોટિંગ ટનલ પરિયોજના વર્તમાનમાં ચાલતી સૌથી આકર્ષક પરિયોજનામાંની એક છે. સુરંગ નોર્વેના ગ્રામીણ વિસ્તારોને એક બીજાથી જોડશે. નોર્વેના પશ્ચિમ તટ પરિવહનમાં ક્રાંતિ લાવવાનો ઉદેશ છે. વર્તમાનમાં ફિઓર્ડને પાર કરવા માટે નૌકાઓનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને યાત્રામાં ખૂબ સમય બગડે છે અને અસુવિધા ઉભી થાય છે. એક ચટ્ટાનના માધ્યમથી તૈયાર કરવામાં આવેલી આ કોઇ સામાન્ય સુરંગ નથી.
સમુદ્રના તળિયે લંગર નાખીને ડુબેલી ઉછાળ ધરાવતી ટયૂબ સામેલ છે. સમુદ્રના પાણીની પ્રચંડ શકિતનો સામનો કરચી ટયૂબોનું નિર્માણ એક મહત્વપૂર્ણ એન્જિનિયરિંગ ઉપલબ્ધિ છે. સુરંગની અંદર કોઇ દુર્ઘટના કે કટોકટીની સ્થિતિમાં ઉંચ્ચ સુરક્ષા ધોરણો જાળવી રાખવાએ સૌથી મોટો પડકાર છે.
આ અંડરવોટર ટનલ પરિયોજના દુનિયાની સૌથી ૨૭ કિમી લાંબી અને ૩૯૦ મીટર ઉંડી સુરંગ છે. આ સુરંગનો હેતું નોર્વેના બે શહેરો ક્રિસ્ટિયનસેંડ અને ટ્રોનહેમને એક બીજાથી જોડવાનો છે. આ પરિયોજનાનું હજુ પણ પર્યાવરણીય,ભૂ વૈજ્ઞાાનિક અને ટેકનિકલ મૂલ્યાંકન થઇ રહયું છે.
નોર્વ સરકારનું માનવું છે કે આ સમગ્ર પરિયોજના વર્ષ ૨૦૩૫ સુધીમાં પૂરી થશે જેનો અંદાજિત ખર્ચ ૪૪ અબજ અમેરિકી ડોલર થવાની શકયતા છે.આ સુરંગ તેલ,ગેસ ક્ષેત્રો,મત્સ્યપાલન અને જલીય કૃષિફાર્મો જેવા મહત્વપૂર્ણ સંસાધનો સુધી પહોંચ વધારે છે. વ્યાપાર અને પર્યટન વધવાથી અર્થ વ્યવસ્થાને ફાયદો થશે.
આ સુરંગ પરિવહનનો એવો એક ટકાઉ ઉપાય જેમાં કાર્બન ઉત્સર્જન ખૂબ ઓછું થશે. કેટલાક આ સુરંગના કારણે સમુદ્રી જીવન પર વિપરિત અસર થવાની અને જળ પ્રદૂષણ વધવાની પણ શંકા વ્યકત કરી રહયા છે. અનેક મુશ્કેલીઓ અને પડકારો છતાં નોર્વે સરકાર પરિયોજના આગળ ધપાવી રહી છે. પડકારો અને જોખમો ઓછા થાય તેવા પણ પ્રયાસો કરી રહી છે.