– દુનિયાભરના દેશો આ હુમલાને વખોડી કાઢે છે
– રફાહમાં થયેલા બોંબ હુમલાને લીધે 45ના મોત, અનેકને શાર્પનેલ્સ વાગ્યા, અનેકને ગંભીર દાહ થયા
નવી દિલ્હી, ગાઝા શહેર : ઇઝરાયલે રવિવારે ગાઝામાં રફાહ શહેર ઉપર કરેલા બોંબમારાને લીધે ઓછામાં ઓછા ૪૫ના મૃત્યુ થયા હતા. અનેકને બોંબના શાર્પનેલ્સ (કરચો) વાગી હતી. અનેકને દાહ થયા હતા. કેટલાકને તો ગંભીર દાહ થયા હતા. તેમ ગાઝા સ્થિત તબીબોએ જણાવ્યું હતું. દુનિયાભરના દેશોએ આ હુમલાને વખોડી કાઢ્યો છે. મંગળવારે દુનિયાભરના મિડીયાએ જણાવ્યું છે, ‘ઓલ આઈઝ આર ઓન રફાહ’ (બધાની નજર રફાહ ઉપર છે). યુએનની કોર્ટે (ઇન્ટરનેશનલ ક્રિમીનલ કોર્ટ) બોંબમારો બંધ કરવા અને આક્રમણ નહીં કરવા આદેશ આપ્યો હોવા છતાં ઇઝરાયલે શા માટે હુમલાઓ ચાલુ રાખ્યા છે ? તેમાં રાહત-છાવણી ઉપર થયેલો હુમલો તો અક્ષમ્ય જ હતો. ઇઝરાયલે પોતે જ તે હુમલા અંગે માફી પણ માગી છે અને તે હુમલાને એક કરૂણ ઘટના તરીકે કહ્યું છે.
આ અતિ વિનાશક કાર્યવાહીનો બચાવ કરતાં ઇઝરાયલી સેનાના પ્રવકતાએ કહ્યું હતું કે, તે પાછળ મુખ્ય હેતુ તો હમાસના બે સિનિયર આતંકીઓને મારવાનો હતો. ૧૪ લાખ લોકોને આશ્રય આપી રહેલા રફાહ પર હુમલો શરૂ થયો ત્યારે ઓક્યુપાઇડ પેલેસ્ટાઇનીયન ટેરીટરીઝ માં ઉર્લ્લં (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ઓફિસ સંભવત: (ડિરેકટર) રિપ-પીયરકોર્ને છેક ફેબુ્રઆરી મહિનામાં આ સૂત્ર આપ્યું હતું. ‘ઓલ આઈઝ આર ઓન રફાહ’
વિશેષત: ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહુ, હમાસના છેલ્લા ગઢ સમાન રફાહ ખાલી કરવાનો હુકમ કર્યા પછી રિપ-પીપરકોર્ને આ સૂત્ર વહેતું મુકયું હતું. જેને ભારતના સિનેતારકો, વરૂણ ધવન, અલિ ગોની સમંથા રૂથ પ્રભુ, તૃપ્તિ દીમરી તથા સ્પોર્ટ ગુ્રપ્સ જેવા કે સેવ ધ ચિલ્ડ્રન, ઓક્ષફામ જયુઈશ. વોઇસ ફોર પીસ, અમેરિકન્સ ફોર જસ્ટિસ. ઇન પેલેસ્ટાઇનીયન એકશન અને પેલેસ્ટાઇન સોલિડારિટી કેમ્પેને આ સૂત્ર સ્વીકાર્યું છે. ટિક-ટૉક પર ૧૯૫૦૦૦ ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર ૧ લાખ ફોલોઅર્સ છે.