ધમકી વાળી સ્કૂલો પર પોલીસે જઈ હાથ ધર્યું ચેકિંગ
બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ ઘટના સ્થળે
રશિયન સર્વરમાંથી ધમકી આવ્યાનું અનુમાન

અમદાવાદમાં પણ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થયુ છે. જેમાં અમદાવાદમાં અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી વાળી સ્કૂલો પર પોલીસે જઈ ચેકિંગ હાથ ધર્યું છે. તેમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ ઘટના સ્થળે છે. રશિયન સર્વરમાંથી ધમકી આવ્યાનું અનુમાન છે. અમદાવાદની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સ્કૂલોમાં સુરક્ષા વધારી દેવાઈ છે. વડાપ્રધાન મોદીના મતદાન સ્કૂલ મથકમાં તતાકાલિક બંદોબસ્ત વધારી દેવાયો છે. આવતીકાલે વડાપ્રધાન મોદી રાણીપથી મતદાન કરશે. 

ધમકી મળનાર 12માંથી 11 સ્કૂલમાં મતદાન મથક 

અમદાવાદની કુલ 16 શાળાઓને મેલથી ધમકી મળી હતી. જેમાં અમદાવાદ શહેરની 12 શાળા, ગ્રામ્યની 4 શાળાને ધમકી મળી છે. તેમાં રશિયન ડોમેઇનથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઇ હતી. તેમાં 14 શાળાઓમાં ચેકિંગ પૂર્ણ કરાયું છે. જેમાં પોલીસે જણાવ્યું છે કે અત્યાર સુધી કંઇ શંકાસ્પદ મળ્યુ નથી. વાલીઓ, વિદ્યાર્થીઓએ ગભરાવવાની જરૂર નથી. ધમકી મળનાર 12માંથી 11 સ્કૂલમાં મતદાન મથક છે. 

શંકાસ્પદ વસ્તુ ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો

અમદાવાદમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીમાં ઘાટલોડિયાની અમૃતા સ્કૂલ, ONGC કેન્દ્રીય વિદ્યાલય, શાહીબાગની આર્મી કેન્ટોનમેન્ટ સ્કૂલ, સેટેલાઇટની આનંદ નિકેતન, બોપલ DPS સ્કૂલ તથા ડ્રાઇવ ઇન રોડ પર આવેલી એશિયન સ્કૂલને ધમકી મળી છે. તેમાં ધમકી વાળી સ્કૂલો પર પોલીસે જઈ  ચેકિંગ હાથ ધર્યું છે. તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ સ્કૂલોમાં પહોંચી છે. હાલ ક્યાંયથી કોઈ વાંધાજનક વસ્તુઓ મળી નથી, જેમાં શંકાસ્પદ વસ્તુ ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. ગૃહમંત્રાલયે જણાવ્યુ છે કે  બોમ્બ મળ્યાની ધમકી અફવા છે. રશિયન સર્વરમાંથી ધમકી આવ્યાનું અનુમાન છે. દિલ્હીની માફક એક પછી એક સ્કૂલમાં મેલ આવી રહ્યા છે. જેમાં SPGની ટીમ નિશાન સ્કૂલમાં પહોંચી છે. 

દિલ્હીની માફક એક પછી એક સ્કૂલમાં મેલ આવી રહ્યા છે

દિલ્હીની માફક એક પછી એક સ્કૂલમાં મેલ આવી રહ્યા છે. અગાઉ દિલ્હી અને નોઈડાની ઘણી સ્કૂલોમાં ધમકીભર્યા ઇમેઇલ મોકલવામાં આવ્યા હતા, જેમાં આ સ્કૂલોમાં બોમ્બ મૂકવાના સમાચારે હડકંપ મચાવી દીધો હતો. જેમાં નોઈડાની ડીપીએસ સિવાય દ્વારકાની ડીપીએસ, મયુર વિહારની મધર મેરી સ્કૂલ અને નવી દિલ્હીની સંસ્કૃતિ સ્કૂલ જેવી હાઈપ્રોફાઈલ સ્કૂલોનો સમાવેશ થયો હતો. જો કે થોડી વાર પછી ગૃહ મંત્રાલયે આ ધમકીને અફવા ગણાવી હતી.

ધમકી પછી અગમચેતી રૂપે સ્કૂલો બંધ

અગાઉ રાજધાનીની ઘણી સ્કૂલોને ધમકીભર્યા મેલ મળ્યા હતા, જેમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. દિલ્હીના દ્વારકામાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી. આ ઉપરાંત પૂર્વ દિલ્હીના મયુર વિહારમાં આવેલી મધર મેરી સ્કૂલ તેમજ તેની સાથે જ સંસ્કૃતિ સ્કૂલને પણ આવો જ મેલ મળ્યો હતો. પુષ્પ વિહાર સ્થિત અમેઠીની સ્કૂલમાં બોમ્બથી ઉડાવી દેવાનો ઈ-મેઈલ મળ્યો હતો. આ ધમકીઓ મળ્યા પછી તમામ સ્કૂલો અગમચેતી રૂપે બંધ કરી દેવાઈ હતી. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *