સુરતમાં નરાધમે 4 બાળકીઓ સાથે વિકૃત હરકત કરી છે જેના કારણે લોકોએ જાહેરમાં મેથીપાક આપ્યો હતો,ઘર આંગણે રમતી 4 બાળકીઓ સાથે વિકૃત હરકત કરતા લોકો જોઈ ગયા અને આરોપી ઉવેશ શેખને લોકોએ મેથીપાક આપ્યો હતો,નરધમની હરકત જોઈ બાળકીઓએ કરી બુમાબુમ તો અઠવા લાઈન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે,અઠવાલાઈનના ગોપીપુરામાં આ ઘટના બની હતી.

સ્થાનિકોએ નરાધમને પકડીને મેથીપાક ચખાડયો

ગોપીપુરામાં ગોપીપુરામાં નરાધમની વિકૃત હરકતથી લોકોમાં આક્રોશની લાગણી જોવા મળી છે,બાળકીઓ રમતી હતી તે દરમિયાન અચાનક વિકૃત અચાનક ત્યાં આવી પહોંચ્યો અને બાળકીઓ સાથે હરકત કરવા લાગ્યો હતો તેને જોઈને અન્ય લોકો દોડી આવ્યા હતા અને બાળકીઓ ભોગ બને તે પહેલા તેને પકડીને પોલીસને સોંપી દીધો હતો.

આરોપી બાળકીઓ સામે નિવસ્ત્ર થઈ ગયો

આરોપીએ બાળકીઓ સામે પોતાના બધા જ કપડાં ઉતારી નાખ્યા અને નિર્વસ્ત્ર થઈ બિભત્સ હરકતો શરૂ કરી દીધી હતી. તે માત્ર અશ્લીલ ઇશારા જ નહીં પરંતુ બાળકીઓ તરફ આગળ વધી શારીરિક અડપલા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ દૃશ્ય જોઇ બાળકીઓ ગભરાઈ ગઈ અને તરત જ એપાર્ટમેન્ટના દાદર તરફ દોડી ગઈ હતી.પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ કરી છે,આરોપી માનસિક હોવાની વાત પ્રાથમિક રીતે સામે આવી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *