પોલીસને નેપાળના શહેનાઝ સાથેની મૌલવીની ચેટ મળી
ઉપદેશ રાણાનો ફોટો મૂકી કહ્યું, ઈસકો ઉડાના હૈ
મૌલાના અબુબકર ટીમોલની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી
સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાની સોપારી આપવાના મામલે રૂપિયા 1 કરોડ લઈ મૌલાના જ ઉપદેશ રાણાની હત્યાની ફિરાકમાં હતો. ઉપદેશ રાણાનો ફોટો મૂકી કહ્યું, ઈસકો ઉડાના હૈ, આલીમે પૂછ્યું, કિતના પૈસા? શહેનાઝે પૂછ્યું, ગુસ્તાખે રસુલ જિન્દા હૈ, મૌલાનાએ કહ્યું, મુજે ગન ચાહિયે.
પોલીસને નેપાળના શહેનાઝ સાથેની મૌલવીની ચેટ મળી
પાકિસ્તાન અને નેપાળના આકાઓની મદદથી હિન્દુવાદી નેતાને ધમકી આપી હતી. જેમાં પોલીસને નેપાળના શહેનાઝ સાથેની મૌલવીની ચેટ મળી આવી હતી. ઉપદેશ રાણા સુરતમાં રહેતો હોઇ મૌલાનાને તેનું કામ કરવા માટે પસંદ કરાયો હતો. તેમજ મૌલાનાને પાકિસ્તાની હેન્ડલર ડોગરે પસંદ કર્યો હતો. તેમજ મૌલાનાને એક કરોડની ઓફર કરાઇ હતી. જેમાં આરોપી મૌલાના સોહેલ હાલ રિમાન્ડ પર છે.
હિન્દુ નેતા ઉપદેશ રાણાને સરકારી સિક્યુરિટી મળી
સુરત ક્રાઈમ બ્રાન્ચ વધુ પુછપરછ કરી રહી છે. તેમજ હિન્દુ નેતા ઉપદેશ રાણાને સરકારી સિક્યુરિટી મળી છે. ઉપદેશ રાણાને આતંકવાદીઓથી ખતરો હોવાથી સિક્યુરિટી આપી છે. તેમજ કમલેશ તિવારીની સાથે મિત્રતા હોવાથી ઉપદેશ રાણા રડારમાં છે. હિન્દુ નેતા કમલેશ તિવારીની હત્યાના આરોપીઓ સુરતથી જ પકડાયા હતા.
કામરેજના કઠોર ગામના મૌલાના અબુબકર ટીમોલની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી
કામરેજના કઠોર ગામના મૌલાના અબુબકર ટીમોલની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી હતી, તે દેશ વિરોધી અનેક પ્રવૃતિઓમાં સામેલ હોવાના પુરાવા મળ્યાં છે, આ કટ્ટરવાદીએ સુરતના સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાને કમલેશ તિવારીની જેમ મારી નાખવાની ધમકીઓ આપી હતી. હિન્દુત્વનો ચહેરો એવા હૈદરાબાદના ધારાસભ્ય રાજાસિંગ, ભાજપના પૂર્વ નેતા નૂપુર શર્માને મારી નાખવા તેણે પાકિસ્તાનના ડોગર અને નેપાળના શેહનાઝ સાથે મળીને ષડયંત્ર રચ્યું હતુ. ક્રાઈમ બ્રાન્ચે ચોકબજાર ભરીમાતા ફૂલવાડી ખાડી રોડ પર આવેલા આઈકરા એપાર્ટમેન્ટ પાસેથી સોહેલ ઉર્ફે મૌલવી અબુબકર ટીમોલને ઝડપી લીધો હતો. આ મૌલાના મદ્રેસામાં પણ ટ્યૂશન કરાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસને તેની પાસેથી ફોન મળી આવ્યો છે, જે નંબર વિદેશી હોવાનું સામે આવ્યું છે.