ક્રાઈમબ્રાન્ચે 4 જેટલી બેગોમાં ભરેલા દસ્તાવેજો કર્યા જપ્ત
કઢોર ગામની સ્વાગત રેસીડેન્સીના ફ્લેટમાં સર્ચ
મૌલવીના મોબાઈલમાં સંદિગ્ધ ચેટ મળી હતી

સુરતમાંથી ઝડપાયેલા મૌલવીના ઘરે સર્ચ પૂર્ણ થયુ છે. જેમાં મૌલવી મોહંમદ સોહેલ અબુબકરના ઘરે સર્ચ કર્યું હતુ. તેમાં ક્રાઈમબ્રાન્ચે 4 જેટલી બેગોમાં ભરેલા દસ્તાવેજો જપ્ત કર્યા છે. જેમાં કઢોર ગામની સ્વાગત રેસીડેન્સીના ફ્લેટમાં સર્ચ કરવામાં આવ્યું છે.

મૌલવીના મોબાઈલમાં સંદિગ્ધ ચેટ મળી

મૌલવીના મોબાઈલમાં સંદિગ્ધ ચેટ મળી હતી. તેમજ હાલ મૌલવી 10 દિવસના રિમાન્ડ પર છે. શહેરમાં આંતકી સંગઠન સાથે સાઠગાઠ રાખી હિંદુ નેતાને જાનથી મારી નાખવાનો કારસો રચવાના મામલે મોલવી મોહંમદ સોહેલ અબુબકર ટેમોલના ઘરે ક્રાઇમબ્રાન્ચનું સર્ચ પૂર્ણ થયુ છે. તેમાં ચાર જેટલી બેગો ભરી દસ્તાવેજ કબ્જે કરવામાં આવ્યા છે. કઠોર ગામના સ્વાગત રેસિડન્સીના 203 નંબરના ઘરમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતુ.

અભદ્ર ટીપ્પણી કરી કટ્ટરવાદી વિચારધારાને ફેલાવતો

પાકિસ્તાન અને નેપાળના સંગઠન સાથે સતત સંપર્કમાં હોવાની ચેટ મળી આવી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સનાતન સંઘના અધ્યક્ષ સહિત દેશના અન્ય હિન્દુ નેતાઓને મારી નાખવા ધમકી આપનાર કટ્ટર મુસ્લિમ મોલવીની ધરપકડ કરી હતી. આરોપીએ પાકિસ્તાન અને નેપાળના બે વ્યક્તિ સાથે વર્ચ્યુઅલ નંબર મારફતે સંપર્કમાં રહી કાવતરું ગયું હતું. સુરત ક્રાઈમ બ્રાન્ચે ભરીમાતા ફૂલવાડી રોડ ખાતેથી આરોપીને ઝડપી લીધો હતો. મૌલવી છેલ્લા દોઢ વર્ષથી પાકિસ્તાન અને નેપાળના બે વ્યક્તિ ઉપરાંત અન્ય લોકો સાથે સંપર્કમાં રહી ભારતના રાષ્ટ્રધ્વજ, હિન્દુ ધર્મ અને દેવીદેવતાઓ અંગે અભદ્ર ટીપ્પણી કરી કટ્ટરવાદી વિચારધારાને ફેલાવતો હતો.

મૌલવીને લઈ હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ નિવેદન

સુરતમાં ઝડપાયેલા મૌલવીને લઈ હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, શાંતિ ડહોળનારા મૌલાનાઓને છોડવામાં નહીં આવે. કોંગ્રેસ આવા મૌલાનાને બચાવવાનું બંધ કરે. ભાજપના નેતાઓની હત્યાનું ષડયંત્ર પાકિસ્તાનમાં, ભાજપના નેતાઓની હત્યા કરવા પાકિસ્તાન સોપારી આપતું હતું. મૌલવીની પાકિસ્તાનના વ્યક્તિ સાથે થયેલી વાતથી આ વાતનો ખુલાસો થયો છે. રાજ્યના યુવકોને દેશવિરોધી કૃત્ય કરવા મૌલવી પ્રેરિત કરતા હતા.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *