પરિણીતા પર બે વર્ષ સુધી સતત ગુજાર્યું દુષ્કર્મ
ફોટો વાયરલ કરવાનું કહી બ્લેકમેલ કરી
અમરોલીના રાહુલ પંડ્યાની ધરપકડ કરાઇ

સુરતમાં કર્મકાંડ વિધિના બહાને પરિણીતા પર દુષ્કર્મ આચરવામાં આવ્યુ છે. જેમાં પરિણીતા પર બે વર્ષ સુધી સતત આરોપીએ દુષ્કર્મ ગુજાર્યું હતુ. તેમજ ફોટો વાયરલ કરવાનું કહી બ્લેકમેલ કરી આરોપી દુષ્કર્મ કરતો હતો. જેમાં અમરોલીના રાહુલ પંડ્યાની ધરપકડ કરવામાં આવી છે.

વિધિ પૂરી નહીં કરે તો પતિનું મોત થશે કહી શોષણ કર્યું

વિધિ પૂરી નહીં કરે તો પતિનું મોત થશે કહી શોષણ કર્યું હતુ. અંતે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અમરોલીના કર્મકાંડી રાહુલે ફોટો વાયરલની ધમકી આપી હતી. જેમાં કર્મકાંડનું કામ કરતાં રાહુલ દિનેશભાઈ પંડયાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી રાહુલ પંડયા સાવરકુંડલા પંથકના વતની છે. તેમજ ફાર્માસ્યુટીકલ કંપનીમાં નોકરી સાથે વાસ્તુશાસ્ત્ર, લગ્નવિધિ સહિત કર્મકાંડની વિધિ કરતો હતો.

ઉત્રાણ પોલીસે બળાત્કારી રાહુલ પંડયાની ધરપકડ કરી

રાહુલના વર્તનથી અંતે કંટાળી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેથી ઉત્રાણ પોલીસે બળાત્કારી રાહુલ પંડયાની ધરપકડ કરી છે. જેમાં તમામ બાબતે હવે પોલીસ તપાસ કરવામાં આવશે. તેમજ મહિલા સાથે દુષ્કર્મની ઘટના બનતા સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઇ છે. જેમાં હવે આરોપીની ધરપકડ થતા આરોપીને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *