– કેટોબાર એટલે ગીલોલની જેમ ટેક ઓફ અને લેન્ડિંગ કરવું
– ફૂજીયન સુપર કેરિયર ટાઈપ-3નું ડીસ્પ્લેસમેન્ટ 71,875 ટન છે, 316 મીટર લાંબા આ યુદ્ધ જહાજનું બીમ 249 ફિટ ઊચું છે, તે કેટોબાર ધરાવે છે
બૈજિંગ : ચીને તેનું પહેલું સુપર કેરિયર સમુદ્રમાં ઉતાર્યું છે. આ ચીનનું ત્રીજું વિમાન વાહક જહાજ છે. તે એટલું વિશાળ છે કે અમેરિકા સિવાય કોઈની પાસે તે નથી. આ જહાજનું નામ ફુજિયાન છે. ચીનના પ્રાંત ફૂજિયાન ઉપરથી તે નામ પાડવામાં આવ્યું છે. આ ચીનનું પહેલું સ્વનિર્મિત કેટોબાર એર ક્રાફટ કેરિયર છે.
આ ફૂજિયાન સુપર કેરિયર ટાઈપ-૦૩ એરક્રાફટ કેરિયરનું ડીસ્પ્લેસમેન્ટ ૭૧,૮૭૫ ટન છે. ૩૧૬ મીટર લાંબા આ જહાજનું બીમ ૨૪૯ ફીટ ઊચું છે. કેટોબારનો અર્થ છે, કે તેની ઉપર ફાઈટર જેટ્સ ગિલોનની જેમ ઉપર ચઢી શકે છે, અને નીચે ઉતરી શકે છે.
ઉલ્લેખનીય છે કે ચીન સતત વિસ્તારવાદી રહ્યું છે. ફીટઝરાલ્ડ અને લાટુરેટ નામના ઇતિહાસકારોએ ચીનની દિવાલ વિષે લખતાં કહ્યું છે કે તે દિવાલ ઉત્તરથી આવતાં આક્રમણો રોકી શકી હતી પરંતુ તે દિવાલમાં રાખેલા દરવાજા ચીનનાં આક્રમક દળો માટે સગવડરૂપ બની રહ્યાં હતાં.
ભાગ્યે જ દુનિયાના કોઈપણ દેશને હોય તેવી સુવિધા ચીનને છે. ત્યાં એક જ પ્રજા છે. ભાષા એક જ છે. ઉપભાષાઓ (ડાયલેક્ટસ્) છે. પરંતુ લિપિ એક જ છે. પશ્ચિમે સૂકો મધ્ય એશિયાનો પ્રદેશ છે. તેની દક્ષિણે પર્વતીય તિબેટ છે. ત્યાંથી આક્રમણોની સંભાવના નથી. ઉત્તરે, સાઈબીરીયામાં શંકુદ્રમ જંગલો છે. જ્યાં માનવ વસ્તી જ નહીવત્ છે. પૂર્વ અને દક્ષિણે પેસિફિક મહાસાગર છે. ચીનની દક્ષિણે રહેલો સમુદ્ર (દ.ચીન સમુદ્ર)માં રહેલા દેશો ટચુકડાં છે. ફાર-ઈસ્ટમાં ચાયના એક માત્ર મહાસત્તા છે.
વિશ્લેષકોને ભીતિ છે કે તે પૂર્વ ગોળાર્ધ ઉપર એક માત્ર મહાસત્તા બનવા માગે છે. તેમાં અર્ધો અર્ધ પૂર્વ પેસિફિક મહાસાગર આવી જાય તેમ છે. તેમાં અમેરિકા સામે તેને ટકરાવ છે. તે કોઈ પણ ભોગે અમેરિકાને પાછળ પાડવા માગે છે. તેથી આ પ્રચંડ સ્પર્ધા જામી છે.