અજાણ્યા બાઇક ચાલક સામે ગુનો દર્જ

ભોદ – મોકર રોડ પર ડમ્પર પાછળ બાઇક અથડાતા રબારી કેડાના યુવાનને ગંભીર ઇજા

પોરબંદર : રાણાવાવના ટી પોઈન્ટ પાસે બે બાઈક અથડાતા વૃદ્ધનું મોત
નિપજ્યું હતું. જ્યારે  ભોદ-મોકર રોડ પર
ડમ્પરની પાછળ બાઈક ઘુસી જતા રબારીકેડાના યુવાનને થઇ ગંભીર ઈજા થતા સારવાર માટે
ખસેડાયો છે.

રાણાવાવના પરેશનગર-૧ માં રહેતા ભીમજીભાઈ ટુકડીયાએ રાણાવાવ
પોલીસ મથકમાં એવું જાહેર કર્યું છે કે
,
તેમના પિતા બોઘાભાઈ પ્રેમજીભાઈ ટુકડીયા (ઉ.વ.૭૪)રાણાવાવના ટી પોઈન્ટ પાસેથી
પોતાનું બાઈક લઈને કોર્ટ તરફના રસ્તે જતા હતા. ત્યારે અજાણ્યા બાઈકના ચાલકે ફુલસ્પીડે
બાઈક ચલાવીને બોઘાભાઈના બાઈક સાથે અથડાવતા તેમને ગંભીર ઈજા થઇ હતી અને સારવાર માટે
એમ્યુલન્સ મારફતે રાજકોટ લઇ જવાતા હતા. ત્યારે કુતિયાણા પાસે જ બોઘાભાઈનું મોત
નીપજ્યુ હતું. આથી ભીમજીભાઈ ટુકડીયાએ પોતાના પિતાનું મોત નીપજાવનારા અજાણ્યા બાઈક
ચાલક સામે ગુન્હો નોંધાવતા આગળની તપાસ રાણાવાવ પોલીસ ચલાવી રહી છે.

જ્યારે મોકર ગામના રબારી કેડામાં રહેતો ભાવેશ વીરાભાઈ મોરી
(ઉ.વ.૨૦) પોતાનું બાઈક લઈને ભોદ ગામના પાટિયા પાસેથી દૂધ લઇને મોકર જતો હતો.
ત્યારે રોડ પર અંધારામાં ઇન્ડીકેટર કે રીફ્લેકટર રાખ્યા વગર પાર્ક કરેલા ડમ્પરની પાછળ
ભાવેશનું મોટરસાઈકલ અથડાતા તેને માથામાં ગંભીર ઈજા થઇ હતી. તેથી સારવાર માટે તેને
રાજકોટ ખસેડાયો હતો. ઈજાગ્રસ્ત ભાવેશના મોટાભાઈ મુરૃ વીરાભાઈ મોરીએ ડમ્પર ચાલક
સામે ભયજનક રીતે ડમ્પર પાર્ક કર્યાનો ગુન્હો નોંધાવ્યો છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *