ICUમાં દાખલ થવા કાં બીપીએલ કાર્ડ, કાં રૂપિયા હોવા જરૂરી : જનતાનાં મતોથી ચૂંટાયેલા નેતાઓની મૌન સહમતિ, વિરોધ પક્ષના આગેવાનાનાં પણ આંખ આડા કાન : લાચાર લોકોમાં કચવાટ : ગજેરા ટ્રસ્ટને સંચાલન સોંપીને સરકારે જાણે ‘સેવાની સાથે મેવા’ મેળવવા માટેનો પરવાનો આપી દીધો : ચાર્જ વસુલવા મંજુરી મળ્યાનો સંચાલકોનો દાવો 

અમરેલી, : અમરેલીની સરકારી સિવિલ હોસ્પિટલ કે જે હાલ ગજેરા ટ્રસ્ટ સંચાલિત શાંતાબા જનરલ હોસ્પિટલ તરીકે ઓળખાય છે, તે ફરી એક વખત વિવાદના વંટોળમાં ફસાઈ છે. થોડા દિવસ પહેલા અહીં દર્દીઓ પાસેથી મમોટો ચાર્જ વસુલવાનું ભાવપત્રક લગાવી દેવામાં આવતા ઉહાપોહ મચી ગયો છે. ગજેરા ટ્રસ્ટને સંચાલન સોંપીને સરકારે જાણે ‘સેવાની સાથે મેવા’ મેળવવાનો પરવાનો આપી દીધો હોવાનો લોકોમાં કચવાટ પ્રસર્યો છે, જેની સામે સંચાલકોએ તેમને ચાર્જ વસુલવા મંજુરી મળ્યાનો દાવો કરીને જાહેર કર્યું કે, માત્ર જનરલ વોર્ડમાં જ મફત સારવાર મળશે, રૂમ રાખો તો ચાજે થશે અને આઈસીયુમાં મફત સારવાર જોઈતી હોય તો બીપીએલ કાર્ડ હોવું જોઈએ, કાં એડવાન્સ ડિપોઝિટ સહિતનો નિયત ચાર્જ ભરવાનાં રૂપિયા હોવા જરૂરી છે. એટલે કે, બીપીએલ કાર્ડ ધરાવતા ગરીબોને મફત સારવાર મળશે, પણ અન્ય ગરીબો અને મધ્યમ વર્ગને સરાજાહેર લૂંટાશે. જેમાં જનતાનાં મતોથી ચૂંટાયેલા નેતાઓની મૌન સહમતિ, તો વિરોધ પક્ષના આગેવાનાનાં પણ આંખ આડા કાનથી લાચાર લોકો સમસમી ગયા છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *