દાહોદ શહેરમાં મોડી રાત્રે પોલીસે કોમ્બિંગ હાથધર્યુ હતુ,સાથે સાથે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કોમ્બિંગ નાઈટ યોજવામાં આવી હતી,તો ગુનેગારોમાં ખૌફ ઉભો કરવા પોલીસે કોમ્બિંગ નાઈટ કરી હતી,બસ સ્ટેશન તેમજ અવાવરું જગ્યાઓએ પોલીસે કોમ્બિંગ નાઈટ યોજી હતી,તો સેન્સેટિવ જગ્યાઓ ઉપર પોલીસની ટીમોએ ચેકીંગ કર્યુ હતુ.પોલીસના કોમ્બિંગથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે.
પ્રોહિબિશનની કરાઈ કામગીરી
દાહોદ શહેર તથા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા પોલીસની વિવિધ ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દાહોદ શહેર તથા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા માટે પોલીસ વિભાગ દ્વારા નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગુનેગારોમાં ખોફનો માહોલ ઉભો કરવા દાહોદ પોલીસ દ્વારા વાહન ચેકિંગ અને પ્રોહિબિશનને લઈ કામગીરી કરવામાં આવી હતી.
દારૂ પણ ઝડપાયો
અમદાવાદ નેશનલ હાઇવે નસીરપુર દરગાહ પાસે એક વ્યક્તિ પ્લાસ્ટિકની થેલીમાં ઇંગ્લિશ દારૂ ભરીને રોડની સાઇડમાં ઉભો હતો. પેટ્રોલીંગમાં નિકળેલી દાહોદ એ ડિવિઝન પોલીસને જોઇને વ્યક્તિએ શંકાસ્પદ હિલચાલ કરી હતી. પોલીસને તેની પાસેના થેલાની તપાસ કરતાં ટીન બીયરની 24 નંગ મળી આવ્યા હતા. 12,000 રૂ.ના જથ્થા સાથે મોટીખરજ ગામના દિનેશ ઉર્ફે દિવાન મોહનીયાની ધરપકડ કરી તેની સામે ગુનો દાખલ કર્યો હતો.