દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ દાહોદ જિલ્લામા લેવાનાર જીપીએસસીની પરીક્ષાના સુચારુ આયોજના માટે બેઠક યોજવામાં આવી હતી.
ગુજરાત જાહેર સેવા આયોગ આયોજિત રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ – 3 ની પ્રિલીમિનરી પરીક્ષા દાહોદ તાલુકામાં કુલ 23 પરીક્ષા કેન્દ્રો પર કુલ 6053 જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. આ બેઠક દરમ્યાન પરીક્ષા નિમિત્તે કરવામાં આવતા જરૂરી ફોરફાર, સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટેની વ્યવસ્થા સહિત તમામ પ્રકારની લેવાની સાવચેતી અંગે વિસ્તાર પૂર્વક ચર્ચા અને સુચના સહિત માર્ગદર્શન અપાયું હતુ. પરીક્ષા દરમ્યાન નિયુક્ત કરેલ તમામ અધિકારીઓએ પરીક્ષાની જવાબદારી નિભાવવાની રહેશે. ઉમેદવારોએ આઈ કાર્ડ અને કોલ લેટર ફરિજયાતપણે રાખવા અને જે-તે સુરક્ષા અધિકારીઓએ આઈ કાર્ડ અને કોલ લેટરને ચેક કરવાના રહેશે.