31 ડિસેમ્બરને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે 2024 ને અલવિદા કરવા અને 2025 ને આવકારવા માટે યુવાધન થનગની રહ્યું છે.દારૂબંધી વાળા ગુજરાતમાં દારૂની પાર્ટીઓ ન યોજાય તે માટે પોલીસ સતર્ક બની છે.

દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજેસ્થાનની સરહદે આવેલો જિલ્લો છે,જેના પગલે બંને રાજ્યોમાથી વિદેશી દારૂ સહિતના પદાર્થો ગુજરાતમાં ન ઘુસાડાય તે માટે દાહોદ પોલીસે બંને રાજ્યોમાથી ગુજરાતમાં પ્રવેશ કરતાં માર્ગો ઉપર ચેક પોસ્ટ ઊભી કરી છે.

ત્યારે ગરબાડા અને મધ્યપ્રદેશને જોડતી મીનાક્યા ચેક પોસ્ટ ઉપર ગરબાડા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોના સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.જેથી વિદેશી દારૂ અથવા અન્ય કોઈપણ કેફી દ્રવ્યોની હેરાફેરીના થઈ શકે તે માટે મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં પ્રવેશતી તમામ ચેકપોસ્ટ ઉપર પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *