Image: Facebook

Zlatan Ibrahimović: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને દિગ્ગજ ફૂટબોલરે ઓળખવાથી ઈનકાર કરી દીધો છે. સ્વીડનના સ્ટાર ફૂટબોલર જ્લાટન ઈબ્રાહિમોવિચનું કહેવું છે કે તે કોઈ વિરાટ કોહલી નામના વ્યક્તિને ઓળખતો નથી. આ ફૂટબોલરે આ વાત એક ઈન્ટરવ્યૂમાં કહી. ઈબ્રાહિમોવિચે કહ્યું કે તેણે ક્યારેય પણ ક્રિકેટ જોઈ નથી અને આ નામના વ્યક્તિને તે જાણતો નથી. વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ આ ફોર્મેટને અલવિદા કહી દીધું છે. કોહલી હવે ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં નજર આવશે. વિરાટ હાલ લંડનમાં પોતાની ફેમિલી સાથે છે.

અમેરિકાના સોશિયલ મીડિયા સ્ટાર ડેરેન જેસન વોટ્કિંસ જુનિયરને આઈશો સ્પીડના નામથી પણ ઓળખવામાં આવે છે. વોટ્કિંસ અને જ્લાટન ઈબ્રાહિમોવિચના ટ્વીટર પર એક વીડિયો 10 જુલાઈએ અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં વોટ્કિંસને જ્લાટન ઈબ્રાહિમોવિચનો ઈન્ટરવ્યૂ લેતા બતાવવામાં આવ્યો છે. બંને એક ગાડીમાં બેસેલા છે. આ દરમિયાન આઈશો સ્પીડે ફૂટબોલરને પૂછ્યુ કે શું તે વિરાટ કોહલીને જાણે છે. તેની પર જ્લાટનનું રિએક્શન જોવા લાયક હતું. થોડો સમય વિચાર્યા બાદ જ્લાટને કહ્યું, કોણ વિરાટ કોહલી. મે કોહલી તો દૂર ક્યારેય ક્રિકેટ પણ જોઈ નથી. હુ કોઈનું અપમાન કરવા માગતો નથી પરંતુ આ વ્યક્તિને નથી જાણતો કે તે કોણ છે.

જે બાદ આઈશો સ્પીડ કોહલીને મહાન ગણાવતાં તેની ખૂબ પ્રશંસા કરે છે. તેણે કહ્યું કે તે ક્રિકેટ જોવે છે. અમેરિકી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે કહ્યું કે તેને પોતાની રમતમાં સિદ્ધિ પ્રાપ્ત છે. પશ્ચિમી દેશોમાં ક્રિકેટને લોકો ઓછી જોવે છે અને સમજે છે. આ પહેલા આઈશો સ્પીડે બ્રાઝિલના ફૂટબોલર રોનાલ્ડો નજારિયોનો ઈન્ટરવ્યૂ લીધો હતો જેણે વિરાટને સરળતાથી ઓળખી લીધો હતો. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *