Shaheen Afridi Misbehaved With Coach: પાકિસ્તાન ક્રિકેટ ટીમ સંબંધિત એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે. ક્યારેક પાકિસ્તાનની ટીમના ખરાબ પ્રદર્શનને કારણે તો ક્યારેક ખેલાડીઓ વચ્ચેના મતભેદોના કારણે. હવે આ ટીમ સાથે એક નવો વિવાદ સામે આવ્યો છે. પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી પર કોચિંગ સ્ટાફ સાથે ગેરવર્તન કરવાનો ગંભીર આરોપ લાગી રહ્યો છે.
પાકિસ્તાની મીડિયાએ કર્યો મોટો દાવો
પાકિસ્તાની મીડિયાએ એક અહેવાલમાં દાવો કર્યો છે કે શાહીને આ શરમજનક કૃત્ય ગયા મહિને યોજાયેલા ટી20 વર્લ્ડ કપ 2024 દરમિયાન કર્યું હતું. કોચ ગેરી કર્સ્ટન અને અઝહર મહેમૂદે આ અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને ફરિયાદ પણ કરી છે.
વર્લ્ડ કપમાં ફજેતી બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મોટી કાર્યવાહી, 2 દિગ્ગજોની કરી હકાલપટ્ટી
ગેરી કર્સ્ટન અને અઝહર મહેમૂદ સાથે ખરાબ વર્તન
એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ટીમના સિનિયર મેનેજર વહાબ રિયાઝ અને મેનેજર મન્સૂર રાણાએ પણ તેને સપોર્ટ કર્યો હતો. એટલે કે ફરિયાદ કરવા છતાં બંનેએ આ મામલે કંઈ કહ્યું ન હતું. હવે આ ખુલાસા બાદ પાકિસ્તાન ટીમની ખરાબ રીતે ફજેતી થઇ રહી છે. આ જ કારણ છે કે PCBએ વહાબ અને મન્સૂરને પણ હાંકી કાઢ્યા છે.
રિપોર્ટમાં શું દાવો કરાયો?
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે શાહીને T20 વર્લ્ડ કપ 2024 દરમિયાન ગેરી કર્સ્ટન અને સહાયક કોચ અઝહર મહમૂદ સાથે ગેરવર્તન કર્યું હતું. બીજી તરફ વહાબ અને મન્સૂરે પણ તેને ખોટો માર્ગ બતાવ્યો હતો. ગેરી અને અઝહરે પીસીબીને કરેલી તેમની ફરિયાદમાં ખેલાડીઓ એકબીજા સામે લોબિંગ કરવાની વાત પણ કરી છે.