Image: X
Gerald Coetzee Injury: ગુજરાત ટાઈટન્સે આઈપીએલ 2025 મેગા ઓક્શનમાં જે ઝડપી બોલર્સને 2.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેને લઈને સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે ખરાબ સમાચાર આપ્યા છે. ગુજરાતે ઓક્શનમાં ગેરાલ્ડ કોએટ્જીને ખરીદ્યો હતો પરંતુ હવે કમરમાં ઈજાના કારણે તે લાંબા સમય માટે મેદાનથી બહાર થઈ ગયો છે. 24 વર્ષીય કોએટ્જી શ્રીલંકા વિરુદ્ધ બીજી ટેસ્ટ અને પાકિસ્તાનના ઓલ ફોર્મેટથી બહાર થઈ ગયો છે જે 10 ડિસેમ્બરથી સાત જાન્યુઆરીની વચ્ચે થવાની છે.