Fabian Allen Grabs Superhuman Catch : ક્રિકેટની દુનિયામાં ભાગ્યે જ જોવા મળતી ઘટના અબૂધાબીના સ્ટેડિયમમાં જોવા મળી છે. અહીં દિલ્હીના ઓલરાઉન્ડર ખેલાડી ફૈબિયન એલને ચીત્તાની જેમ કૂદી કેચ કર્યો હોવાની વીડિયો સામે આવ્યો છે. અબૂધાબીના વિસ્ફોટ બેટ્સમેનને હવામાં ઉછાળેલા બોલને એલને પળવારમાં હવામાં જ લપકી લીધો છે, જેનો વીડિયો જોઈ સૌકોઈ આશ્ચર્યમાં મુકાયા છે.
10 ઓવરની મેચમાં દિલ્હીએ અબૂધાબીને 42 રને હરાવ્યું
દિલ્હી બુલ્સ અને અબૂધાબી વચ્ચે ‘અબૂધાબી ટી10 લીગ’નો બીજો એલિમિનેટર મુકાબલામાં અબૂધાબીમાં રમાયો હતો, જેમાં દિલ્હીની ટીમે વિરોધી ટીમને 42 રનથી માત આપી વિજય મેળવ્યો છે.