Image : Tiwtter

England Enter In Euro 2024 Final: યુરો કપ 2024ની બીજી સેમિફાઈનલ મેચ ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં ઈંગ્લેન્ડની ટીમે શાનદાર પ્રદર્શન કરતા નેધરલેન્ડ્સને 2-1થી હરાવ્યું હતું. આ સાથે જ ઈંગ્લેન્ડે યુરો કપમાં સતત બીજી વાર અને વિદેશમાં આયોજિત કોઈ મોટી ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રથમ વખત પ્રવેશ કર્યો છે.

વોટકિન્સે મહત્ત્વની ભૂમિકા ભજવી

ઈંગ્લેન્ડે જર્મનીના ડોર્ટમંડમાં BVB સ્ટેડિયમમાં રમાયેલા યુરો કપની બીજી સેમીફાઈનલમાં નેધરલેન્ડ્સને હરાવીને યુરો કપમાં સતત બીજી વખત પ્રવેશ કરી લીધો છે. આ પહેલા ઈંગ્લેન્ડની ટીમ 1966માં  અને 2020માં યુરો કપની ફાઇનલમાં પહોંચી હતી.  શ્વાસ અધ્ધર કરી દે તેવી મેચમાં ઈંગ્લેન્ડના સબસ્ટીટ્યુટ ખેલાડી તરીકે રમી રહેલા ઓલી વોટકિન્સે (Ollie Watkins) સ્ટોપેજ ટાઈમમાં નિર્ણાયક ગોલ કરીને ટીમને જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. હવે ફાઈનલમાં ઈંગ્લેન્ડની ટક્કર ત્રણ વખતની ચેમ્પિયન સ્પેન સામે થશે. ઉલ્લેખનીય છે કે પ્રથમ સેમિફાઈનલમાં ફ્રાન્સને 2-1થી હરાવીને સ્પેન 12 વર્ષ બાદ યુરો કપની ફાઇનલમાં પહોંચ્યું હતું.

ઈંગ્લેન્ડની શરૂઆત સારી રહી ન હતી

આ મેચમાં ઈંગ્લેન્ડ (England)ની શરૂઆત સારી રહી ન હતી અને ઝેવી સિમોન્સે (Xavi Simmons) સાતમી મિનિટે જ ગોલ કરીને નેધરલેન્ડને શરુઆતમાં લીડ અપાવી હતી. જો કે, ઇંગ્લેન્ડે પણ વાપસી કરવામાં લાંબો સમય ન લેતા  હેરી કેન દ્વારા 18મી મિનિટે પેનલ્ટી કોર્નરથી ગોલ કરીને સ્કોર 1-1ની બરાબરી કરી દીધો હતો. પ્રથમ હાફ ટાઈમાં બરાબરીમાં સમાપ્ત થયો, જ્યારે બીજા હાફમાં બંને ટીમોએ લીડ લેવાનો ખૂબ જ પ્રયાસ કર્યો. મેચ વધારાના સમયમાં જતી હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ વોટકિન્સે સ્ટોપેજ ટાઈમની પ્રથમ મિનિટમાં જ ગોલ ફટકારી દીધો હતો.

આ પણ વાંચો : સ્પેન 12 વર્ષ બાદ યુરો કપની ફાઇનલમાં પહોંચ્યું

સ્પેન સામે સારું પ્રદર્શ કરવું પડશે

ગેરેથ સાઉથગેટ (Gareth Southgate)ની ટીમ ઈંગ્લેન્ડનું યુરો કપમાં અભિયાન શાનદાર રહ્યું છે અને તેઓ સતત બીજી વખત આ ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ઈંગ્લેન્ડ 1966 પછી તેનું પ્રથમ મોટું ટાઈટલ જીતવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ માટે ઈંગ્લેન્ડે અત્યાર સુધી શાનદાર રમત દેખાડનાર સ્પેન સામે ફાઇનલમાં આનાથી પણ સારું પ્રદર્શન કરવું પડશે. મેચમાં ઓલી વોટકિન્સે નિર્ણાયક ગોલ કરતા તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *