Hardik Pandya and Natasa Stankovic Rumor : બોલિવૂડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકના ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાથી અલગ થયાની અફવા ચર્ચાનો વિષય બન્યો છે. તો બીજી તરફ, તાજેતરમાં T20 વર્લ્ડ કપની ફાઈનલની જીત બાદ હાર્દિક પંડ્યા પરિવાર પાસે પરત ફર્યો હતો. તેવામાં T20 વર્લ્ડ કપની ઉજવણીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતાની સાથે ઘણી અટકળો ઉભી થઈ હતી.

બોલિવૂડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક છેલ્લા કેટલાંક દિવસોથી પતિ હાર્દિક પંડ્યાથી અલગ થયાની અફવા ચર્ચામાં રહી છે. IPL 2024 માં નતાશા હાજર ન રહેવાથી લઈને હાર્દિક પંડ્યાના જન્મ દિવસે વિશ ન કરવા સહિત અનેક અટકળો લગાવવામાં આવી રહી છે કે આ પાવર કપલ અલગ તો નથી થઈ ગયા ને!

IPL 2024 પછી હાર્દિકને ખરાબ રીતે ટ્રોલ કરાયો

નતાશા અને હાર્દિક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી અફવાથી દૂર રહીને બંને માંથી એકેય કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી ન હતી. તેવામાં આ અફવાનો અંત આવી ગયો હતો. બીજી તરફ કેટલાંકનું કહેવું છે કે, IPL 2024 પછી હાર્દિકને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યો હોવાથી આ પ્રકારની અફવા ફેલવવામાં આવી હતી.

T20 વર્લ્ડ કપની જીતને લઈને નતાશાની કોઈ પ્રતિક્રિયા નહીં

T20 વર્લ્ડ કપની જીત બાદ નતાશાની કોઈ પ્રકારની પ્રતિક્રિયા સામે ન આવતા ફરીથી હાર્દિક અને નતાશાના અલગ થયાની અફવાએ જોર પકડ્યું હતું. તાજેતરમાં T20 વર્લ્ડ કપની જીત પછી હાર્દિક પંડ્યાએ સેલિબ્રેશનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. પરંતુ તેમાં નતાશાની કોઈ પ્રકારની પ્રતિક્રિયા સામે ન આવતા લોકો નારાજ થયાં હતા.

હાર્દિક પંડ્યાએ તેના પુત્ર સાથે કરી ઉજવણી 

આજે (5 જુલાઈ) હાર્દિકે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર T20 વર્લ્ડ કપની જીતની ઉજવણીને લઈને તેના પુત્ર સાથેની કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં હાર્દિક પંડ્યા તેના પુત્રના ગળામાં મેડલ પહેરાવીને જીતની ખુશી અનુભવી રહ્યાં છે. આ સાથે પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, ‘મારો નંબર 1, હું જે પણ કરું છું તે તમારા માટે કરું છું’.

‘ભાભી ક્યાં છે?’, ફેન્સે હાર્દિકને પૂછ્યાં અનેક સવાલ

હાર્દિકે સોશિયલ મીડિયામાં શેર કરેલી તસવીરોમાં ક્યાંય નતાશા ન દેખાતાં તેમના અલગ થવાની અફવા વધુ તેજ બની હતી. પોસ્ટની કોમેન્ટ બોક્સમાં લોકો હાર્દિકની પત્ની વિશે પૂછી રહ્યાં હતા. એક યુઝરે પૂછ્યું કે, “નતાશા ક્યાં છે?” એકે કહ્યું, “હાર્દિક ભાઈ, મજબૂત રહો. આપણે બધા જાણીએ છીએ કે કંઈક થઈ રહ્યું છે.” એકે પૂછ્યું, ભાભી ક્યાં છે? બીજાએ પૂછ્યું, “ભાભી ક્યાંય દેખાતા નથી.”

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *