Image: Freepik
જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં રહેતા અને પાણીના કોન્ટ્રાક્ટ નું કામ કરતા હિરેન ઉર્ફે રવિ દેવેન્દ્રભાઈ જોશી નામના યુવાને પોતાને મોબાઈલ ફોનમાં ગાળો ભાંડી પતાવી દેવાની ધમકી આપવા અંગે ટંકારા મોરબી પંથકના કાનાભાઈ આહીર સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર થોડા દિવસો પહેલા ફરિયાદી હિરેનભાઈ ના મિત્ર દેવેન ગોસાઈ કે જેનો ફોન આવેલો, અને તેણે કોન્ફરન્સમાં ટંકારા ના કાનાભાઈ આહીર સાથે વાત કરાવી હતી. જેણે રવિ જોશીને રવિ કપુરીયા તરીકે અને ગેરેજ સંચાલક તરીકે ગણ્યો હતો, અને ધમકી આપી હતી. પરંતુ પોતે ગેરેજ સંચાલક નહીં પણ કોન્ટ્રાક્ટર હોવાનું જણાવ્યું હતું અને પોતાનું ખોટું નામ જોડી રહ્યા નું કહેતાં ટંકારાનો કાનાભાઈ આહીર ઉસકેરાયો હતો, અને મોબાઈલ ફોનમાં ધાક ધમકી આપી હોવાથી મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે. પોલીસે ટકારા ના કાનાભાઈ આહીર સામે ગુનો નોંધ્યો છે.