– લિંબાયતમાં
રહેતા બે મિત્રો મોપેડ પર કિમ દરગાહ દર્શન કરવા જતી વખતે અકસ્માત થયો
સુરત :
લિંબાયતમાં
રહેતા આધેડ અને યુવક ગત સાંજે મોપેડ લઈને
કિમ ખાતે આવેલ દરગાહ પર દર્શન કરવા જતા હતા. તે વખતે વરાછા ખાંડબજાર ગરનાળા પાસે
એક ટ્રક ચાલકે તેમની મોપેડને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં બે મિત્રો ઈજા થઈ
હતી. જેમાં ગંભીર ઇજા થતા પ્રોઢનું મોત નીપજ્યું હતું.
સ્મીમેર
હોસ્પિટલ અને પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયતમાં બાપુનગરમાં રહેતા ૫૪
વર્ષીય મોહમંદ શફી ઉજમ્મા ગુલાબઉદીન અને તેનો મિત્ર ૨૪ વર્ષીય રિયાઝ અલી અબ્દુલ સત્તાર
શેખ (ઉ-વ-૨૬- રહે- મારૃતિ નગર,
લિંબાયત) શુક્રવારે સાંજે મોપેડ પર કિમ દરગાહ દર્શન કરવા જવા નીકળ્યા
હતા. ત્યારે વરાછાના ખાંડબજાર ગરનાળા પાસેે ટ્રક ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત
સર્જ્યો હતો. જેમાં ગંભીર ઇજા થતા મોહમંદ શફીનુ ધટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીંપજયું
હતુ. જયારે તેના મિત્ર રિયાઝ શેખને ડાભા હાથમાં ફ્રેક્ચર થતા સારવાર માટે હોસ્પિટલમાં
ખસેડાયો હતો. આ અંગે વરાછા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.