Image Source: Twitter
ભારતમાં ડિજિટલાઈઝેશનના વધી રહેલા વ્યાપ અને અસરકારકતા જોઈને યુનાઈટેડ નેશન્સ પણ આફરીન પોકારી ગયુ છે.
UNGA(યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી)ના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસે કહ્યુ છે કે, ડિજિટલાઈઝેશનથી ભારતમાં નાણાકીય ક્ષેત્રનો સર્વાંગી વિકાસ થશે અને તેનાથી ગરીબી ઓછી કરવામાં પણ મદદ મળશે. અન્ય દેશોએ પણ તેમાંથી પ્રેરણા લેવાની જરુર છે. ભારતના ડિજિટલાઈઝેશનની સફળતાને વૈશ્વિક સમુદાય સાથે શેર કરવી જોઈએ.
તેમણે આગળ કહ્યુ હતુ કે, જ્યારે પણ હું ભારત માટે વિચારુ છું ત્યારે અતુલ્ય ભારતનુ સ્લોગન યાદ આવે છે. હું ભારત ગયો ત્યારે મેં આ સ્લોગન જોયુ હતુ. હું કહી શકું તેમ છું કે ડિજિટલાઈઝેશનનો ભારતમાં બખૂબી ઉપયોગ થઈ રહ્યો છે.
ફ્રાંસિસ તા.22 થી 26 જાન્યુઆરી વચ્ચે ભારતની યાત્રા પર આવ્યા હતા. તેમણે વિદેશ મંત્રી જયશંકર સાથે બેઠક કરી હતી અને જયપુર તેમજ મુંબઈની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ડિજિટલાઈઝેશનનુ માળખુ તેમની ચર્ચાનુ મુખ્ય કેન્દ્ર હતુ. તેમણે ડિજિટલાઈઝેશનની અસરકારકતા અને ઉપયોગને પણ નીહાળ્યો હતો અને ત્યારથી તેઓ ડિજિટલાઈઝેશનના ફેન બની ગયા છે.
તેમણે યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં પોતાના વકતવ્યમાં કહ્યુ હતુ કે, ડિજિટલાઈઝેશનના કારણે ઈકોનોમી વધારે વિકસે છે. તેનાથી વસ્તુઓ સસ્તી થાય છે. ડિજિટલાઈઝેશને ભારીય મહિલાઓ અને ખેડૂતોને બેંકો સાથે કામ કરવામાં, પોતાના ઘરો, ખેતરો તથા પોતાના રહેણાંક વિસ્તારને છોડયા વગર પેમેનટ કરવામાં મદદ કરી છે. ભારતની ઈકોનોમીને તે વધારે સ્પર્ધાત્મક બનાવી રહ્યુ છે.
તેમણે એમ પણ કહ્યુ હતુ કે, પાયાની માળખાકીય સુવિધાઓના વિકાસ માટે ભારતમાં જે પ્રકારે રોકાણ થઈ રહ્યુ છે તે પ્રભાવિત કરનારુ છે.
UNની જનરલ એસેમ્બલીના અધ્યક્ષે પણ ભારતના ડિજિટલાઈઝેશનના ફેન બની ગયા