જ્ઞાન તણા પ્રકાશને ઝળહળતો કરે જગમાં શ્રદ્ધા કેરા દીપક પ્રગટાવે તે શિક્ષક. આજ રોજ શિક્ષક દિન નિમિતે શેઠ પી.ટી.આર્ટ્સ & સાયન્સ કોલેજ,ગોધરાના આચાર્ય ડૉ.એમ.બી.પટેલના માર્ગદર્શન હેઠળ અને ઈતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉ.સુરેશભાઈ સી. ચૌધરી દ્વારા શિક્ષક દિનની ની ઉજવણી કરવમાં આવી. જેમાં B.A/M.A ના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં શિક્ષક બન્યા હતા. આચાર્ય શ્રી ડૉ.એમ.બી.પટેલ સાહેબ સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ.આર.સી.વ્યાસ,ઈતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉ.સુરેશભાઈ સી.પટેલ ની ઉપસ્થિતિમાં શિક્ષક દિનના મહત્વ વિશે,વિદ્યાર્થીઓની આંતરિક શક્તિ ખીલે તે માટે ઉદબોધન આપી,શુભેચ્છાઓ પાઠવી હતી શિક્ષક બનેલા ઈતિહાસ વિષયના વિદ્યાર્થીઓનું પુસ્તક આપી સન્માન કર્યું હતું, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઈતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉ.સુરેશભાઈ સી.પટેલ,ડૉ ગૌતમ ચૌહાણ, ડૉ ભાવેશ ચૌધરી એ સફળ આયોજન કર્યું હતું કાર્યક્રમના અંતે ઈતિહાસ વિષયના તમામ વિધાર્થીને નાસ્તો કરાવવામાં આવ્યો હતો.