સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
પરંપરાગત મેળામાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો હનુમાન દાદા ના દર્શન અર્થે ઉમટી પડશે
આજરોજ ઝંડ હનુમાન ખાતે એએસપી ગૌરવ અગ્રવાલ એ ખાસ મુલાકાત લીધી હતી

જાંબુઘોડાના યાત્રાધામ ઝંડ હનુમાન ખાતે આગામી પવિત્ર શ્રાવણ વદ તેરસને શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે ભવ્ય મેળો ભરાશે. ઝંડ હનુમાન ખાતે હનુમાન દાદાના દર્શનાર્થે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડશે. આજે શ્રાવણ મહિનાનો છેલ્લો શનિવાર હોય અહીં વર્ષોથી યોજાતા પરંપરાગત મેળામાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો હનુમાન દાદા ના દર્શન અર્થે ઉમટી પડશે

શ્રાવણ મહિનાના ચાર શનિવાર અને ચાર મંગળવારે અહીં લાખોની સંખ્યામાં ભક્તો દર્શનારથી આવતા હોય છે પરંતુ છેલ્લા શનિવારે અહીં ભાતીગર મેળો ભરાય છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેળો યોજાશે. જેમાં 130 પોલીસ જવાનો આઠ પીએસઆઇ તેમજ ત્રણ પીઆઇ કક્ષાના અધિકારીઓ કર્મચારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત માં હાજર રહેશે તેમ જાણવા મળ્યું હતું. આજરોજ ઝંડ હનુમાન ખાતે એએસપી ગૌરવ અગ્રવાલ એ ખાસ મુલાકાત લીધી હતી અને તેઓ સાથે બોડેલી પીએસઆઇ વસાવા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા એ એસપી ની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોઇન્ટ ગોઠવી સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાનું. બોડવી પીએસઆઇ વસાવા એ જણાવ્યું હતું.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *