Image:Twitter

India-Maldives : માલદીવના મંત્રીઓ દ્વારા ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું યથાવત છે. અગાઉ વિવાદાસ્પદ ટિપ્પણી માટે સસ્પેન્ડ કરવામાં આવેલી મરિયમ શિયુનાએ હવે ભારતીય તિરંગાની મજાક ઉડાવી છે. જો કે તેણે બાદમાં વિવાદાસ્પદ પોસ્ટ ડિલીટ કરી માફી માંગી છે. અહેવાલો મુજબ શિયુનાએ માલદીવમાં વિપક્ષી પાર્ટી MDP (માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી)ને નિશાન બનાવવા માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. ડિલીટ કરવામાં આવેલી પોસ્ટમાં પાર્ટીનો લોગો ભારતીય તિરંગામાં હાજર અશોક ચક્ર સાથે બદલવામાં આવ્યો હતો.

I would like to address a recent social media post of mine that has garnered attention and criticism .I extend my sincerest apologies for any confusion or offense caused by the content of my recent post.

It was brought to my attention that the image used in my response to the…

— Mariyam Shiuna (@shiuna_m) April 8, 2024

મરિયમ શિયુનાએ માંગી માફી

શિયુનાએ આ અંગે હવે માફી પણ માંગી છે. તેણે લખ્યું, ‘હું તાજેતરની એક સોશિયલ મીડિયા પોસ્ટ વિશે વાત કરવા માંગુ છું, જે ચર્ચામાં છે અને તેની ટીકા થઈ રહી છે. મારી તાજેતરની પોસ્ટને લીધે થતી કોઈપણ મૂંઝવણ માટે હું માફી માંગુ છું. મારું ધ્યાન દોરવામાં આવ્યું છે કે MDPના મારા જવાબમાં મેં જે તસવીરનો ઉપયોગ કર્યો છે તે ભારતીય ધ્વજને મળતો આવે છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ અંગે મને જાણ ન હતી અને કોઈપણ ગેરસમજ માટે હું દિલથી ક્ષમા ચાહું છું. માલદીવ ભારત સાથેના તેના સંબંધોનું સન્માન કરે છે.’

વડાપ્રધાનની લક્ષદ્વીપ મુલાકાત અંગે વાંધાજનક ટિપ્પણી કરી હતી

શિયુના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુની સરકારમાં જુનિયર મંત્રી હતા. તે મેલ સિટી કાઉન્સિલની પ્રવક્તા પણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાત અંગે વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. માલદીવ સરકારે બે વધુ મંત્રીઓ અબ્દુલ્લા મહઝૂમ મજીદ અને માલશા શરીફ સામે પણ કાર્યવાહી કરી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *