તેલઅવિવ, 9 એપ્રિલ,2024, મંગળવાર
ઇઝરાયેલે ગાજાના શહેર ખાન યૂનિસમાંથી પોતાની આર્મી હટાવી લેતા પેલેસ્ટાઇન પર ચાલતી કાર્યવાહીએ નવો વળાંક લીધો છે. આ પગલુ ઇઝરાયલે સંભવિત યુધ્ધ વિરામ માટે ચાલતી વાતચીતને લઇને ભર્યુ છે. છેલ્લા છ મહિનાથી ચાલતા યુઘ્ધ પછી શાંતિની સ્થાપના માટે યુધ્ધ સાથે સંકળાયેલા પક્ષોએ ઇજિપ્તમાં વાતચિત આદરી છે. આમપણ ઇઝરાયેલ પર ગાજામાં માનવીય સ્થિતિ સુધારવા માટે સહયોગી અમેરિકા અને બીજા ઘણા દેશોનું ચોતરફ દબાણ હતું.
ગત સપ્તાહ મદદ સાથે જોડાયેલી આંતરરાષ્ટ્રીય ટીમના ૭ કર્મચારીઓના મોત થતા આંતરરાષ્ટ્રીય સમુદાય ઇઝરાયેલ પર ખૂબ નારાજ હતો.ઇઝરાયેલના રક્ષામંત્રી યોવ ગેલેંટના જણાવ્યા અનુસાર સૈનિક ગાજામાં ભવિષ્યના અભિયાનોની તૈયારી કરી કરશે.ગેલેટ ખાન યુનિસથીઆઇડીએફ ફોર્સના પાછા ફરવા અને રાફામાં કાર્યવાહી માટેની તડામાર તૈયારીઓનું બારિક નીરિક્ષણ કરવા માટે દક્ષિણી કમાન પહોંચ્યા હતા.
આ પહેલા ગાજાને નિયંત્રિત કરવા માટે હમાસ અને ઇઝરાયેલ બંનેએ પોતાના પ્રતિનિધિમંડળ ઇજિપ્ત મોકલી રહયા છે.ઇઝરાયેલ કોઇ પણ પ્રકારના યુધ્ધવિરામ પછી પણ હમાસને ઉખાડી ફેંકી દેવાની પ્રતિજ્ઞાા લીધી છે તેમાંથી પીછેહઠ કરશે નહી.ઇઝરાયેલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સ્પષ્ટતા કરી ચુકયા છે કે બંધકોને કોઇ પણ સમજૂતી વગર થશે નહી
એટલું જ નહી કોઇ પણ પ્રકારના આંતરરાષ્ટ્રીય દબાણો સામે પણ ઝુકશે નહી. હમાસની માંગ છે કે સંભવિત સમજૂતી હેઠળ ગાજાપટ્ટી પર રહેવાસીઓને આવન જાવનની સ્વતંત્રતા મળવી જોઇએ. ઇઝરાયેલે સીરિયા પર હુમલો કરતા ઇરાનના દુતાવાસમાં ચુનિંદા જનરલોના મોતથી સન્નાટો જોવા મળે છે. ઇરાન ઇઝરાયેલ પર કડક કાર્યવાહી કરે તેવી શકયતાઓ પણ ડોકાઇ રહી છે. આથી યુધ્ધવિરામ અને શાંતિનું ભવિષ્ય ઓછું જણાય છે.