અમેરિકાનો યુનિફાઇડ કમાન્ડ હવે ગ્વામ ટાપુ પર રહેશે, પૂર્વ પેસિફિકને રક્ષવા તૈયારી ઃ થોડો સમય તે કમાન્ડ જાપાનમાં રહેશે
વૉશિંગ્ટન: કોરોના કાળ શરૂ થયો ત્યારથી અમેરિકા અને ચીન વચ્ચે તનાવ ધીમે ધીમે વધતો જ રહ્યો છે. કેટલાયે મુદ્દાઓ ઉપર બંને દેશો સામ સામે આવી ગયા છે. દ. ચીન સમુદ્ર અંગે ચીને લીધેલાં વલણથી અમેરિકા સહિત અનેક દેશો ચીનથી નારાજ છે. હવે ચીનને સીધુ કરવા માટે અમેરિકા અને સાથી દેશો પગલાં ભરી રહ્યા છે. એક તરફ અમેરિકા જાપાન, દ.કોરિયા, અને ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ ચીન સમુદ્રમાં સંયુક્ત નેવલ એક્સરસાઇ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ અમેરિકાની સેનાએ ઇન્ડો-પેસિફિક રીજીયનમાં મીડીયમ રેન્જનાં મિસાઇલ્સ ગોઠવવા નિર્ણય કર્યો છે.
પેસેફિક રીજીયનના અમેરિકાના ઓફીસર કમાન્ડીંગ, જનરલ ચાર્લ્સે ફિલને થોડા દિવસ પૂર્વે, ટોક્યોમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં આ માહિતી આપી હતી.
અમેરિકાનાં આ પગલાંથી સ્પષ્ટ થઇ જાય છે કે તે ઇન્ડો પેસિફિક વિસ્તારમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માગે છે. ચીન દ્વારા તેનાં મિસાઇલ્સનાં થઇ રહેલાં આધુનીકીકરણ અંગે ફિલને કહ્યું કે તેનો મુકાબલો કરવો અમારા માટે અત્યંત જરૂરી છે, મહત્વપૂર્ણ છે.
તેઓએ વધુમાં કહ્યું કે અમેરિકા પેસિફિક ટાપુમાં આવેલાં તેનાં ગ્વામ ટાપુનાં લશ્કરી મથકને આધુનિક બનાવી રહ્યું છે, તે તે યુનિફાઇડ કમાન્ડનું મથક થોડા સમય પૂરતું જાપાનમાં ફેરવવામાં આવશે.
જો કે અમેરિકા કયા પ્રકારનાં મિસાઇલ્સ ગ્વામમાં ગોઠવશે તે વિષે ફ્લિને વધુ કશું કહ્યું ન હતું પરંતુ તેમ માનવામાં આવે છે કે તે ‘ટાઈકૂન’ મિસાઇલ્સ સીસ્ટમ હશે. તેમજ જમીન આધારિત વાહનો પરથી છોડી શકાય તેવાં ટોમ-હૉક ક્રૂઝ મિસાઇલ્સ તથા એસ.એમ-૬ પ્રકારનાં મલ્ટીમીશન એન્ટી એરક્રાફ્ટ મિસાઇલ્સ હોવા અત્યંત છે. અમેરિકાએ ૫૦૦થી ૫,૫૦૦ કી.મી. સુધી પ્રહાર કરી શકે તેવાં મિસાઇલ્સ રશિયા સાથે કરાયેલા કરારને પગલે પ્રતિબંધિત કર્યાં હતાં. રશિયાએ પણ તે પ્રતિબંધિત કર્યાં હતાં. પરંતુ હવે તે કરારની સમય મર્યાદા પૂરી થઇ ગઈ છે. તેથી યુ.એસ. ફરી એકવાર તે મિસાઇલ્સથી સજ્જ બન્યું છે.