Image Source: Twitter
How To Indian Origin Crorepati: સિંગાપોરમાં ભારતીય મૂળનો એક વ્યક્તિ રાતોરાત કરોડપતિ બની ગયો છે. પોતાની પત્ની માટે સોનાની ચેન ખરીદવાથી તેની સ્ટોરી શરૂ થઈ હતી. બાલાસુબ્રમણ્યમ ચિદમ્બરમે 24 નવેમ્બરે પોતાની પત્ની માટે મુસ્તફા જ્વેલરી શોપમાંથી એક સોનાની ચેઈન ખરીદી હતી. ત્યાર બાદ તેણે સ્કીમ પ્રમાણે મુસ્તફા જ્વેલરી દ્વારા આયોજિત લકી ડ્રોમાં પ્રથમ ઈનામ જીત્યું હતું. આ એક એવો લકી ડ્રો હતો જેણે ચિદમ્બરમનું ભાગ્ય બદલી નાખ્યું.