Image: Freepik
Brain Rot: આજના સમયમાં ઇન્ટરનેટ આપણા જીવનનો એટલો મહત્ત્વનો ભાગ બની ચૂક્યું છે કે તેના વિના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે પરંતુ આ ઇન્ટરનેટની દુનિયામાં રીલ અને શોર્ટ્સ નામની બે બાબતો પણ હાજર છે. નામ ભલે અલગ-અલગ હોય પરંતુ બંનેનું કામ એક જ છે – તમારો સમય બરબાદ કરવાનું. સોશિયલ મીડિયા પર સમજ્યા-વિચાર્યા વિના માત્ર સ્ક્રોલ કરતાં જવાની આ નિરંતરતા માટે એક ટર્મનો ઉપયોગ કરવામાં આવે છે અને તે છે – બ્રેન રોટ. હવે આ શબ્દને ઑક્સફોર્ડે વર્ડ ઑફ ધ યર 2024 જાહેર કરવામાં આવ્યો છે.