– અમેરિકાના સંવિધાનમાં જ શસ્ત્રો ધરાવવાનો, ઘરમાં રાખવાનો અધિકાર અપાયો છે : બાયડેન, કમલા અને ટ્રમ્પ સહિત સૌએ હત્યાકાંડને વખોડયો

એટલાન્ટા : અમેરિકામાં શાળા-કોલેજનું સત્ર ૧લી સપ્ટેમ્બરથી શરૂ થાય છે. તે સત્ર શરૂ થયાને ત્રીજે દિવસે જ બુધવારે એક ૧૪ વર્ષના વિદ્યાર્થીએ આડેધડ ગોળીબાર કરી તેના બે સહાધ્યાયીઓ અને બે શિક્ષકોની હત્યા કરી હતી ૧લી સપ્ટેમ્બરે રવિવાર હોવાથી સત્ર બીજી સપ્ટેમ્બરથી શરૂ થયું તેના ત્રીજા દિવસે જ ૪ થી સપ્ટેમ્બરે આ ભયંકર ઘટના બની હોવાથી સમગ્ર અમેરિકામાં આંચકો લાગ્યો છે.

આ ઘટના પછી તુર્ત જ એફબીઆઈ એજન્ટસે તે વિદ્યાર્થીની ધરપકડ કરી પૂછતાછ પણ શરૂ કરી હતી. આ ઘટના જ્યોર્જીયા રાજ્યના વિન્ડર શહેર સ્થિત એપાલાયી હાઈસ્કૂલમાં બની હતી.

આ અંગે એફબીઆઈએ કહ્યું હતું કે, તે છોકરો હજી વયસ્ક તો નથી જ તેમ છતાં વયસ્કની જે રીતે પૂછપરછ થાય છે, તે રીતે જ તેની પૂછપરછ કરવી પડે તેમ છે. તેમ જ્યોર્જીયા બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ડિરેકટર ક્રીસ હોસેએ જણાવ્યું હતું. આ છોકરાનું નામ કોલ્ટ ગ્રે ઉં.વ. ૧૪ હોવાનું પણ તેમણે પત્રકારોને જણાવ્યું હતું.

આ ઘટના અંગે બેરો કાઉન્ટીના શેરીફ જુટુ સ્મિથે કહ્યું હતું કે, તેની પાસે એ.આર. પ્લેટફોર્મ પ્રકારની કે, સેમી ઓટોમેટિક રાયફલ હતી. આ ગોળીબાર શરૂ થયો કે તુર્ત જ દૂતે શાળાના માર્શલે તેને પકડી લઈ જમીન સરસો કરી દીધો હતો. તેના હાથમાંથી બંદૂક પણ આંચકી લીધી હતી. તેની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તેણે પોતાના મનથી જ હુમલો કર્યો હતો. કોઇ સંગઠન, જૂથ કે ટોળી સાથે તે ભળેલો નથી.

ઉલ્લેખનીય તે છે કે આવા હુમલા સ્કૂલોમાં થયા  જ કરે છે. ૨૦૦૭માં તો આવા હુમલામાં ૩૦ના મૃત્યુ થયા હતા. બુધવારની તે ઘટના અંગે બાયડેન, કમલા અને ટ્રમ્પે દુ:ખ વ્યક્ત કર્યું છે.

મૂળ ક્ષતિ ત્યાં છે કે અમેરિકાના સંવિધાનમાં જ કરાયેલો સુધારો વ્યકિતને શસ્ત્રો રાખવાનો અને સાથે પણ લઈ જવાનો અધિકાર આપે છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *