– વચગાળાની સરકારના મંત્રી નાહિદ ઇસ્લામનાં કાર્યાલય દ્વારા સત્તાવાર રીતે કહેવાયું : પાક. રાજદૂત ‘૭૧ના પ્રશ્નો ઉકેલવા માગે છે

ઢાકા : બાંગ્લાદેશની વચગાળાની સરકાર હવે પાકિસ્તાન સાથેના સંબંધો મજબૂત કરવા માગે છે. તાજેતરમાં જ તે વચગાળાની સરકારના એક મંત્રીએ કહ્યું કે, બાંગ્લાદેશ ઇચ્છે છે કે પાકિસ્તાન સાથે ૧૯૭૧નાં યુદ્ધના પ્રશ્નો ઉકેલવા માગે છે.

યાદ રહે કે, ૧૯૭૧નાં યુદ્ધને લીધે જ બાંગ્લાદેશનો જન્મ થયો હતો.

બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસની સરકારના કેટલાએ મંત્રીઓએ અને સાંસદોએ પાકિસ્તાનના હાઈ કમિશ્નર સૈયદ અહમદ મારૂફ સાથે મંત્રણા કરી હતી. તે જૂથમાં મોહમ્મદ યુનુસની સરકારના એક મંત્રી નાહિદ ઇસ્લામ પણ ઉપસ્થિત હતા. તે સમયે મારૂફે કહ્યું હતું કે હવે આપણે ૧૯૭૧ની ઘટનાઓને ભૂલી જ જઈએ. વાસ્તવમાં આ મુદ્દો ઘણા સમય પહેલાં ઉકેલવાની જરૂર હતી. પાકિસ્તાન હવે તે વિવાદાસ્પદ મુદ્દાને ઉકેલવા માગે છે.

પાકિસ્તાનના રાજદૂતે વધુમાં કહ્યું કે, હવે આપણે ફરી આપણા સંબંધો મજબૂત કરવા માગીએ છીએ. તે સાથે મારૂફે કહ્યું કે, ગત સરકારે અમોને સંબંધો મજબૂત કરવા માટે કોઇ તક જ આપી ન હતી. તેના જવાબમાં નાહિદે કહ્યું, ૧૯૭૧નું વર્ષ બાંગ્લાદેશના રાજકીય ઇતિહાસનું મહત્વનું વર્ષ હતું. આવામી-લીગ (શેખ હસીનાની પાર્ટી) કહે છે કે, ૧૯૭૧નો ઇતિહાસ (પાકિસ્તાન સાથેના સંબંધોનો) આખરી ઇતિહાસ છે, પરંતુ અમોને લાગે છે કે તે વર્ષે વાસ્તવમાં ઇતિહાસને સતત આગળ ચલાવવાનું વર્ષ હતું.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *