India-Sri Lanka Relations : ભારત એક એવા દેશ છે કે જેની ઓળખ મુશ્કેલ પરિસ્થિતિમાં પાડોશીના પડખે ઉભા રહેનારા દેશ તરીકે થાય છે. અને વાત આજ કાલની નથી વર્ષોનો ઈતિહાસ બોલે છે. પછી ભલે કોઈને કોઈ દેશ તરફથી દગો કેમ મળ્યો ન હોય. પરંતુ ભારત હંમેશા પહેલો સગો પાડોશી વાળી ભૂમિકા અપનાવે છે. હાલ તાજેતરમાં જ ભારતે માલદીવને આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાયની ખાતરી આપી છે. આટલું જ નહીં હવે અન્ય બીજા બે પાડોશી દેશોની પણ મદદ કરવા જઈ રહ્યો છે. જેમાથી એક દેશ શ્રીલંકા છે, જ્યારે બીજો સંયુક્ત આરબ અમીરાત (UAE)છે.

ભારતે UAEને 10,000 ટન ડુંગળી સપ્લાય કરવાની મંજૂરી આપી

હકીકતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ‘ પાડોશી પહેલા ‘ નીતિ પર કામ કરીને સૌથી પહેલા માલદીવને મદદ કરી છે. હવે શ્રીલંકા અને યુએઈને પણ મદદ મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. ભારત હવે શ્રીલંકાને હજારો મેટ્રિક ટન ડુંગળી સપ્લાય કરવાની યોજના બનાવી રહ્યું છે. આ બાબતે મળતી માહિતી પ્રમાણે ભારતે ગત 3 એપ્રિલના રોજ તેના મિત્ર UAEને પણ તેના ક્વોટામાંથી વધુ 10,000 ટન ડુંગળી સપ્લાય કરવાની મંજૂરી આપી દીધી છે. ભારતે હંમેશા UAEને પ્રાથમિકતા આપી છે.

નિકાસ પ્રતિબંધ હોવા છતાં પણ માલદીવમાં આવશ્યક ચીજવસ્તુઓ સપ્લાય કરાશે

ભારત – માલદિવ્સ વચ્ચેના સંબંધો બગડવાનું મુખ્ય કારણ ચીનના સમર્થક રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ છે. મીડિયાના અહેવાલ મુજબ નિકાસ નોટીફિકેશન  જોયા પછી એવું જાણવા મળ્યું છે કે ભારતે સંબંધોને ધ્યાનમાં લીધા વિના ઈંડા, બટાકા, ડુંગળી, ચોખા, લોટ, કઠોળ, ખાંડ, પથ્થરો અને નદીની રેતી માલદીવ્સને મોકલવાનું વાત કરી છે, ભલે સંબંધો કેવા પણ હોય. મહત્ત્વની વાત એ છે કે, આગામી 21 એપ્રિલે માલદીવમાં સંસદીય ચૂંટણી યોજાવા જઈ રહી છે.

ભારતે આવશ્યક ખાદ્ય ચીજોની સપ્લાય કરવાની ખાતરી આપી

જો ભારત ઈચ્છત તો  માલદિવ્સને આવશ્યક ચીજવસ્તુઓનો સપ્લાય કરવાની ખાતરી ન આપીને મોહમ્મદ મુઇઝ્ઝુની હાલત ખરાબ કરી શકત. જો કે, ભારતે નરમ વલણ અપનાવ્યું છે અને આવશ્યક ખાદ્ય ચીજોની સપ્લાય કરવાની ખાતરી આપી છે. માલદીવ્સ માટે નિકાસ નોટીફિકેશમાં છેલ્લા ફકરામાં લખ્યું છે, “તમામ આવશ્યક ચીજવસ્તુઓની નિકાસને હાલના કોઈપણ નિયંત્રણોમાંથી મુક્તિ આપવામાં આવશે.”  તેનો મતલબ એ થયો કે જો ભવિષ્યમાં ડુંગળી, ઘઉં, ચોખા જેવી આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ભારે ઘટાડો થાય અને ભારત નિકાસ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કરી શકે છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *