Top doctor died understaffed ward: યુકેમાં ભારતીય મૂળના ડોક્ટર અમિત પટેલનું ભાગ્ય જ જોવા મળતા ઈમ્યુન ડિસઓર્ડર એચએલએચથી 43 વર્ષની વયે નિધન થયું છે. ડોક્ટરો તેમને થયેલા આ રોગને પારખવામાં નિષ્ફળ ગયા હતા, જયારે અમિત પટેલ પોતે આ જ રોગની નેશનલ પેનલમાં હતા. ડોક્ટર અમિત પટેલને યુકેમાં સ્ટેમ સેલ પ્લાન્ટેશન્સમાં પાયોનિયર અને નિષ્ણાત હેમાટોલોજિસ્ટ હતા.

ડોક્ટરો રોગનું નિદાન કરી શક્યા નહિ 

ઓગસ્ટ 2021માં બે પુત્રીઓના પિતા ડો. અમિત પટેલને ફ્લુ જેવા લક્ષણોના પગલે માંચેસ્ટરમાં વિન્થેન્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે તેમને ગળામાં ઇન્ફેકશન થયું હોવાનું કહેવાતું હતું. તેમને એન્ટિબાયોટિક્સ આપવામાં આવી હોવા છતાં પણ તેમની સ્થિતિ સુધરી ન હતી. ડોક્ટરો તેમને થયેલા રોગનું નિદાન જ કરી શક્યા ન હતા. તેમને ભાગ્યે જ જોવા મળતો રોગ એચએલએચ નામનો ઇમ્યુન ડિસઓર્ડર થયો હતો.

પત્ની પોતે હેમેટાલોજિસ્ટ હોવા છતાં સારવાર કરવામાં સંઘર્ષ 

તેમની પત્ની ડો. શિવાની તન્ના પતિના મોતના પગલે આઘાતથી દિગ્મૂઢ છે. તેમને હજી સુધી તે વાત સમજાતી નથી કે તેમનો પતિ જે રોગની નેશનલ પેનલમાં હતો તે જ રોગથી તેનું નિધન કઈ રીતે થઈ શકે. ડોક્ટરો તેમનું નિદાન ન કરી શકતા! તેમના મગજમાં અંધારું થતું હોય તેવી લાગણી આવવા લાગી. તેમણે પોતે પણ ડોક્ટરોને તેમની સારવાર કરવામાં મદદ કરવા માંડી હતી. તે પોતે હેમેટાલોજિસ્ટ હોવા છતાં તેમણે તેમના બ્લડ ટેસ્ટના રિપોર્ટ નર્સોને બતાવવા સંઘર્ષ કરવો પડ્યો હતો.

વોર્ડની બેદરકારી આવી સામે 

ડો. તન્નાએ માંચેસ્ટર કોરોનર કોર્ટમાં જણાવ્યું હતું કે તેઓ વોર્ડમાં પોતાની જાતને આટલો સમય એટલા માટે જીવતા રાખી શક્યા કેમકે તે પોતે ડોક્ટર હતા. તેને દાવો હતો કે તેમને દાખલ કર્યાના ફક્ત ત્રણ દિવસની અંદર જ તેમનું નિધન થયું હતું. આ રીતસર બેદરકારી અને અવગણનાથી વિશેષ કશું નથી. 

સારવારની રીત અને ઓછો સ્ટાફ જવાબદાર 

તેમણે જણાવ્યું હતું કે તેમના પતિ માનતા હતા કે તેમને ઈમ્યુનોસપ્રેસન્ટ્સની તાકીદે સારવાર કરાવવાની જરૂર છે એને તેમા સમય ઘણો મહત્ત્વનો છે. તેઓએ તેના બદલે સ્ટેરોઈડથી તેની સારવાર શરુ કરી, તેના લીધે થોડો સમય ફેર દેખાયો, પણ તે ચમત્કાર જેવો હતો. તેણે જણાવ્યું હતું કે તેણે 27મી ઓગસ્ટના રોજ તેમની મુલાકાત લીધી ત્યારે તે રીતસર બેભાન અવસ્થામાં હતા. આ સિવાય હોસ્પિટલમાં નર્સોની સંખ્યા એટલી ઓછી હતી કે તેમણે ઓબ્ઝર્વેશન્સ કરવા પડતા અને પ્રવાહી ચઢાવવું પડતું હતું.

શિવાની ખન્નાએ વ્યક્ત કરી ચિંતા 

શિવાની ખન્નાએ જણાવ્યું હતું કે, જો યુકેમાં શ્રેષ્ઠ ડોક્ટરો અને નિષ્ણાતોમાં સ્થાન પામતા ડોક્ટરની આટલી ખરાબ રીતે સારવાર થતી હોય તો સમજો કે યુકેના બીજા નાગરિકોની આ પ્રકારના ડોક્ટરો કઈ રીતે સારવાર કરતાં હશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *