અમદાવાદ,ગુરુવાર,30 મે,2024
ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ મ્યુનિ.દ્વારા ફાયર
એન.ઓ.સી.તથા બિલ્ડિંગ યુઝ પરમીશન નહિ હોવાના મુદ્દે કાર્યવાહી શરુ કરાઈ છે.
ગુરુવારે રાયપુરમાં આવેલી વિવેકાનંદ કોલેજ ઉપરાંત થલતેજમાં આવેલી સાલ હોસ્પિટલ
ઉપરાંત શિવરંજની ક્રોસ રોડ ઉપર આવેલી નિસર્ગ આયુર્વેદીક હોસ્પિટલ સાથે ગેમઝોન,ટયુશન કલાસીસ
મળીને વધુ ૨૬ એકમ સામે કાર્યવાહી કરી
છે.બે દિવસમાં કુલ ૪૭૬ એકમની તપાસ કરી ૭૧ એકમ સામે સીલીંગની કાર્યવાહી કરવામાં
આવી છે.કાર્યવાહી બાદ મ્યુનિ.તંત્ર દ્વારા કયા કારણસર કયા એકમને સીલ કરાયુ અથવા
કયો ભાગ સીલ કરાયો એની પુરી વિગત જાહેર કરવાના બદલે અધકચરી વિગત જાહેર કરવામા આવી
રહી છે.
રાજકોટ ખાતે ૨૫ મેના રોજ બનેલા અગ્નિકાંડ બાદ ગુજરાત
હાઈકોર્ટ દ્વારા તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ફાયર એન.ઓ.સી.રિન્યુ
કરવામા આવી ના હોય, ફાયર
એન.ઓ.સી.ના હોય કે બિલ્ડિંગ યુઝ પરમીશન ના હોય એવા બાંધકામો સામે કાર્યવાહી કરવા
આદેશ આપેલો છે.હાઈકોર્ટના આદેશને પગલે સફાળા દોડતા થયેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના
એસ્ટેટ તથા ફાયર વિભાગના અધિકારીઓની વધુ એક બેદરકારી સામે આવી છે.ઉદાહરણ તરીકે
હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામા આવી હોય તો આખી હોસ્પિટલ તો સીલ ના જ કરી હોય.એની
એડમીન ઓફિસ કે ભોયરાનો ભાગ સીલ કરવામા આવ્યો હોય.પરંતુ કામગીરી કરી હોવાનુ દેખાડવા
મ્યુનિ.દ્વારા કરવામા આવેલી કાર્યવાહીની અધકચરી વિગત જાહેર કરાઈ રહી છે.
કયા-કયા મહત્વના બિલ્ડિંગ મ્યુનિ.દ્વારા સીલ કરાયા?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે દિવસથી ફાયર
એન.ઓ.સી.તથા બિલ્ડિંગ યુઝ પરમીશનને લઈ હોસ્પિટલ,ગેમઝોન,ટયુશન
કલાસીસ,હોટલ,રેસ્ટોરન્ટ
સહિતના એકમમા તપાસ કરવામા આવી રહી છે.આ પૈકી મહત્વના સીલ કરાયેલા બિલ્ડિંગની યાદી
આ મુજબ છે.
નામ ઉપયોગનો
પ્રકાર
વિવેકાનંદ કોલેજ,રાયપુર કોચીંગ કલાસીસ
અંબિકા ટ્રેડર્સ,રાયપુર ફટાકડાની દુકાન
ખુશ્બુ ટ્રેડર્સ,રાયપુર ફટાકડાની દુકાન
સાલ હોસ્પિટલ,થલતેજ હોસ્પિટલ
નિસર્ગ આયુર્વેદીક,
સેટેલાઈટ હોસ્પિટલ
મણીબેન હોસ્પિટલ,સરસપુર હોસ્પિટલ
છાબરા હોસ્પિટલ,જોધપુર હોસ્પિટલ
પાર્થેશ હોસ્પિટલ,જોધપુર હોસ્પિટલ
જોયબોકસ,ઘુમા
ગેમઝોન
ફનઝોન,ઘુમા
ગેમઝોન
ટોયજોય ટેલ્સ,જોધપુર ગેમઝોન
બ્લોસમ કલાસીસ,ચિલોડા ટયુશન કલાસીસ
શાયોના ફાર્મ,
સરદારનગર પાર્ટી પ્લોટ
અવસર પાર્ટી પ્લોટ,
હાંસોલ પાર્ટી પ્લોટ
ગેલેકસી ઈન,ઈન્ડિયા
કોલોની હોટલ
હોટલ ભરોસા,
ઈન્ડિયા કોલોની હોટલ
જયદીપ હોસ્પિટલ,નરોડા હોસ્પિટલ